વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યની સતત રજૂઆત બાદ બાકી રહેતી દુધઈ સબ બ્રાન્ય કેનાલને મળી મંજૂરી

0
37

image description

ભુજ : નર્મદાના ૧ મીલીયન એકર ફીટ પાણીની આ દુધઈ સબ બ્રાન્ચ કેનાલની ર૩ કી.મી. સુધીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જયારે બાકીની ૬૮ કી.મી. સુધીની લંબાઈની કામગીરી બાકી હતી જે અટવાઈ હતી, જે માટે વિધાનસભા અઅધ્યક્ષા ડૉ. નિમાબેન આચાર્યેે પોતાને ત્યાં અધિકારીઓ, મંત્રીઓની મિટીંગ બોલાવી હતી અને આ કામગીરી ઝડપી પૂર્ણ થાય તો કચ્છ જિલ્લાને નર્મદાનું ૧ મીલીયન એકર ફીટ પાણીનું સંપૂર્ણ વિતરણ કરી શકાય તેવુું જણાવ્યું હતું. આ કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે કચ્છના પ્રજાજનો અને કિસાન સંઘની સતત રજુઆત અને લાગણી તથા માગણી હતી, જે માટે નીમાબેન આચાર્યએ સંબંધિત અધિકારીઓ, મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી કક્ષાએ પણ વારંવાર અસરકારક રજુઆત કરી આ કામ સત્વરે પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્નો કર્યા હતા, જેના પરિણામે આ બાકીની ૬૮ કી.મી. દુધઈ સબ બ્રાન્ચ કેનાલની કામગીરી સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ખુલ્લી કેનાલ કરવામાં આવશે તેવા આદેશ રાજય સરકારે કર્યા છે. આ કામના ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે, જેની ટુંક સમયમાં વહીવટી પ્રકિયા પૂર્ણ કરી ખાતમુહૂર્ત કરી કામ ચાલુ કરવામાં આવશે આ વિસ્તાર ખારો પટ હતો. પાણીના તળ ઉંડા ગયા હતા. હવે આ ખુલ્લી કેનાલ બનવાથી આ વિસ્તાર નવપલ્લવિત થશે અને લોકોને પીવાનું મીઠું પાણી મળશે તથા સિંચાઈની સગવડો પણ ઉભી થશે. ઉપરોકત બાકી રહેતી ૬૮ કી.મી. બ્રાન્ય કેનાલ મંજુર કરવા બાભતે કચ્છ જિલલા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ સાથે રહી પ્રયાસ કર્યા હતા. ઉપરોકત બાકીની બ્રાન્ચ કેનાલ મંજુર થતા કચ્છની પ્રજામાં ખુશીની લાગણી ફેલાઈ છે. અધ્યક્ષા નિમાબેન આચાર્યે મુખ્યમંત્રીએ અંગત રસ લઈ આ કામગીરી ઝડપી થાય તે માટે કરેલા પ્રયાસો બદલ કચ્છની પ્રજા વતી આભારની લાગણી વ્યકત કરી હતી. આ કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ – કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા.