માધાપરમાંથી ૧૦ હજારના ગાંજાના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ

The imaginary basketball arena is modelled and rendered.

ભુજ બી ડિવિઝન પોલીસે બાતમીને પગલે માધાપર હાઈવે પર કાસમશાપીરની દરગાહ નજીક પાડ્યો દરોડો : ૧.૦૪૯ કિ.ગ્રા. ગાંજા સહિત ૬૭,ર૬૦નો મુદ્દામાલ કર્યો કબ્જે

ભુજ : કચ્છના દરિયાકાંઠેથી ચરસ અને શહેર-ગામડાઓમાંથી ગાંજો ઝડપાવાનો સિલસિલો યથાવત છે. તેની વચ્ચે ભુજના પરા સમાન માધાપરના નળવાળા સર્કલથી આગળ જતા રોડ પર આવેલ કાસમશાપીરની દરગાહ નજીકથી પોલીસે ગાંજાના જથ્થા સાથે ૩ શખ્સોને ઝડપી પાડ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર આઈજીપી જે.આર. મોથલિયા અને ઈન્ચાર્જ એસપી મયૂર પાટીલની સુચનાને પગલે ભુજ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ નશીલા પદાર્થોની ફેરફર અને ગેરકાયદેસર રીતે કરાતા વેચાણને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસને મળેલી બાતમી અકિકતને આધારે નળવાળા સર્કલથી માધાપર તરફ જતા માર્ગ પર કાસમશાપીરની દરગાહ નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આરોપી ધીરજભાઈ શીવજીભાઈ ભાનુશાલી (રહે. ઝુરા તા.ભુજ), પવન સનત મહેતા (રહે. એકતા સુપર માર્કેટ પાછળની શેરી) તેમજ રમેશ ગોપાલ (રહે. નાગોર)ની અટક કરાઈ હતી. આરોપીઓના કબ્જામાંથી પોલીસે ૧.૦૪૯ કિ.ગ્રા. ગાંજાનો જથ્થો કિ.રૂા. ૧૦,૪૯૦ કબ્જે કર્યો હતો. તેમજ પ૦ હજારની મોપેડ, ૧૭૭૦ રૂપિયા રોકડા, પ હજારનો મોબાઈલ ફોન મળીને કુલ ૬૭,ર૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓ ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરતા હોવાનું સામે આવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે એનડીપીએસ એકટની કલમ ૮(સી) અને ર૦(બી) મુજબ ગુનો નોંધતા આગળની તપાસ પીએસઆઈ વી.આર. ઉલ્વાએ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ હજુ કોસ્ટગાર્ડની ટીમને કચ્છના જખૌ દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસનો જથ્થો મળ્યો હતો અને હવે માધાપરમાંથી ગાંજો મળી આવ્યો છે. ત્યારે કચ્છમાં નશીલ જાણે નશીલા પદાર્થનું વેંચાણ વધ્યું છે.