નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશમાં આજ રોજ સેનાનુ હેલીકોપ્ટર ક્રેશ થયુ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ચિત્તા હેલીકોપ્ટર અરૂણાચલ પ્રદેશના મંડાલા હિલ્સમાં ક્રેશ થયું છે. હેલીકોપ્ટરની હાલમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાનુ કારણ, અથવા તો જાનહાનિ સહિતના મામલે હજુ સુધી કેાઈ સમાચાર મળવા પામ્યા નથી.