અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૪ રથયાત્રાને વીરૂ કેબીનેટની મંજુરી

સરકાર દ્વારા શરતોને આધીન આપી મંજૂરી

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોના ની સ્થિતિ અંગેની સમીક્ષા કરીને અમદાવાદમાં તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં રથયાત્રા યોજવા અંગે મંજૂરી આપવી કે કેમ અને જો આપવી તો કઈ રીતે તે અંગે ચર્ચા-વિચારણા કરીને રથયાત્રા કાઢવાની મંજૂરી અંગેના નિયમો ઘડી ને રથયાત્રા કાઢવા માટેની મંજૂરી આપવા અંગેનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં ભગવાન જથ્થન્નાથની રથયાત્રાને લઈને પાછલા લાંબા સમયથી સસ્પેન્સ ઘેરાયલું જ રહ્યુ હતુ. કોરોનાની સ્થિતી અને સંજોગને જોતા આ નિર્ણય લેવામા આવશે તેવી સતત પ્રતિક્રીયાઓ સરકાર તરફથી આપવામા આવતી હતી. દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ ગુજરાત સરકારની કેબીનેટ બેઠક યોજવામા આવી હતી અને આ બેઠકમાં રથયાત્રાને મંજુરીની મહોર મારી દેવામા આવી છે.૧૪૪મી ભગવાન જગન્નાથની રથયાત્રા હવે નીકળવા પામશે. ૧રમી તારીખે આ રથયાત્રા યોજવામા આવશે. અને તેનાથી હવે લાખો લોકોમાં પણ જે અવઢવનો માહોલ બનેલો હતો તે સ્પષ્ટ થઈ જવા પામી ગયુ છે. કેબીનેટ બેઠકમા મંજુરી મળી જવા પામી છે. આ મંજુરી શરતી આપવામાં આવી છે. શરતોને આધીન રથયાત્રા યોજવાનુ નકકી કરવામા આવ્યુ છે. નોધનીય છે કે, રથયાત્રોન લઈને તમામ પ્રકારની તૈયારીઓ પાછલા કેટલાક દીસવથી શરૂ કરી દેવામા આવી જ હતી. રથયાત્રા માટે પોલીસ અને સીઆરપીએફની કંપનીઓ સહિતનાઓની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરાઈ હતી. રથયાત્રાના રૂટનુ પણ આજ રોજ કાર્પોરેશન દ્વારા નિરિક્ષણ કરવામા આવ્યુ હતુ. અને હવે આજે કેબીનેટની બેઠકમાં પણ રથયાત્રાને પરવાનગી આપી દેવામા આવતા અનેક શ્રદ્ધાળુઓનમાં ખુશીની લાગણી ફરી વળી છે.