ગૃહમંત્રી સંઘવીની ટીમ છ્‌જીનો વધુ એક સપાટો : કચ્છ કાંઠેથી નશાના કારોબારનો પુનઃ પર્દાફાશ કરોડોના ડ્રગ્સ સાથે ૬ પાક. ચાંચીયા દબોચાયા

0
26

ગુજરાતના દરિયાને ડ્રગ્સનો માર્ગ બનાવવા ઈચ્છતા નશાના કારોબારીના મનસુબા પર ગુજરાત એટીએસ અને ઈન્ડીયન કોસ્ટગાડના સંયુકત મોટા ઓપરેશનથી પાણી ફેરવાઈ ગયુુ

પાકીસ્તાની અલસાકર બોટ , છ પાક શખ્સો તથા પ૦ કીલો હેરોઈનનો જથ્થો જખૌ બંદરે લાવવાની તજવીજ શરૂ : એજન્સીઓના જાેઈન્ટ ઈન્ટ્રોગેશનમાં થઈ શકે છે વધુ ખુલાસા

ગાંધીધામ : ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયો જાણે ડ્રગ્સના વેપાર માટે ખુલ્લો મૂકાયો હોય તેમ ડ્રગ્સ ડીલર્સ માનીને બેઠા છે અને અહીથી છાશવારે ડ્રગ્સ ઘુસાડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ બીજીતરફ ગુજરાત રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી અને તેમની પોલીસ તથા એટીએસ જેવી ટીમો આવા નશાના કારોબારીઓના મનસુબાઓ પર સતત પાણી ફેરવી રહી હોય તેમ કચ્છના જખૌ દરીયાઈ વિસ્તારમાથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડયો છે. રાજયના ગૃહમંત્રીશ્રી સંઘવીએ કાર્યભાર સંભાળતા જ ડ્રગ્સ મુકત ગુજરાતનુ અભિયાન શરૂ કરી દીધુ હતુ અને તેઓ દ્વારા આ બાબતે સતત ચોકસાઈથી દરીયાઈ ક્ષેત્રમાં નજર રાખવામાં આવી રહી હોય તેમ હવે ગુજરાતના દરિયામાં ડ્રગ્સ પકડાવું સામાન્ય બની ગયું છે. એક-બે કરોડ નહિ, પકડાય ત્યારે સીધું બસ્સો-ત્રણસો કરોડનું જ ડ્રગ્સ પકડાયુ છે. ત્યારે કચ્છના દરિયાઈ સીમામાં ફરી એકવાર ડ્રગ્સ પકડાયું છે. દરિયાઈ માર્ગે  ડ્રગ્સ લાવવાની અવારનવાર કોશિશ થાય છે.  નશાકારક પદાર્થ ઝડપાઈ પણ ચુકયા છે .કરોડો પિયાના આ કારોબારના નેટવર્કને તોડવા માટે એટીએસ સહિતની એજન્સીઓ દ્રારા લાંબા સમયથી કાર્યવાહી ચાલી રહી છે . દરમિયાન જખૌ આસપાસના વિસ્તારમાં  ભારતીય કોસ્ટ ગાર્ડ દ્રારાએટીએસ સાથે ના  સંયુકત વધૂ એક  ઓપરેશન તાજેતરમાં હાથ કરીને પાકિસ્તાનની બોટ ઝડપી પાડી હતી. છ ક્રુ મેમ્બર સાથે જ  કરવામાં આવેલી આ બોટમાં ૫૦ કિલો ડગ્સ જેની બજાર કિંમતની અંકાયછે તે ૩૫૦ કરોડના ડગ્સનો જથ્થો હોવાનું અનુમાન પ્રાથમિક તબક્કે સેવાય રહ્યું છે. વધુ તપાસ માટે તમામને જખૌ બંદરે લાવવા સંકેત મળી રહ્યા છે.પ્રાથમિક મળતી માહિતી  મુજબ સમયાંતરે કચ્છના દરિયાઈ માગેર્ા ઉપરાંત અન્ય સ્થળો પરથી પાકિસ્તાનમાંથી ધુસાડવામા  આવતા ડગ્સના જથ્થા ઝડપાય રહ્યા છે. કોસ્ટ ગાર્ડ,એટીએસની કામગીરીને કારણે અવાર નવાર આ બાબતો પ્રકાશમાં આવી છે અને પાકિસ્તાનની બોટ ઉપરાંત પાકિસ્તાની ક્રૂ મેમ્બરો પણ ઝડપાઈ ચૂકયા છે. અગાઉ ચરસના પેકેટ મળી આવવાની ઘટનાઓ પણ લાંબા સમય સુધી કચ્છના દરિયાઈ માર્ગ પર બહાર આવતી રહી હતી.

એટીએસનું ૧ વર્ષમાં છઠ્ઠું તો ૧ માસમાં બીજું મોટું ડ્રગ્સનું ઓપરેશન પાર પડાયુ

ગાંધીધામ : ઉલ્લેખનીય છે કે કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસે છેલ્લા એક વર્ષમાં આ રીતે છઠ્ઠું સંયુક્ત ઑપરેશન પાર પાડ્યું છે. છેલ્લા એક મહિનામાં આ બીજું ઑપરેશન છે.આ પહેલાં ૧૪ સપ્ટેમ્બરના રોજ બંનેએ સાથે મળીને એક પાકિસ્તાની બોટમાંથી અંદાજે ૨૦૦ કરોડની કિંમતનું ૪૦ કિલો હેરોઈન પકડ્યું હતું.

ડ્રગ્સ ડીલર્સની કચ્છની સ્થાનિક કડી કોણ? થવી જાેઈએ તપાસ

ગાંધીધામ:  કચ્છના દરીયાઈ વિસ્તારમાંથી એજન્સીઓ તબક્કાવાર જ ડ્રગ્સના મેાટા જથ્થાઓ પકડી રહી છે. કેટલાક કીસ્સાઓમાં શખ્સો પણ ઝડપાય છે પરતું આ આખાય નેટવર્કને ભેદવામાં કેમ હજુ સુધી અસફળતા રહી છે. જાેવાની મજાની છે કે, આટલો બધો જથ્થો સ્વીકારવા માટે કોણ આવે છે?કેરીયર તરીકે કોણ છે?આ કેરીયરના હેન્ડલર્સ કોણ હોય છે? કેમ તેના સુધી નથી પહોચવામાં આવતુ નથી?