કચ્છના મેડીકલ જગતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયુ..!

0
39

ગુજરાત સ્ટેટ આઈએમએ બ્રાન્ચ દ્વારા શ્રેષ્ઠ સેક્રેટરી ર૦ર૧-રરના એવોર્ડ માટે ગાંધીધામ આઈએમએના મંત્રીશ્રી ડો. મોહનીશ ખત્રીની કરાઈ પસંદગી

કેન્સર સર્જન તરીકે ગાંધીધામમાં વિખ્યાતી પ્રાપ્ત અને રામબાગ હોસ્પિટલમાં કલાસવન તબીબી તરીકે સેવારત રહેલા ડો. મોહનીશ ખત્રીને મળેલ ખિબાતથી સંકુલમાં ગૌવરની લાગણી ફેલાઈ : આગામી ૧૯મીએ વડોદરા ખાતે યોજાશે એવોર્ડ વિતરણ સમારોહ

આખાય વર્ષ દરમ્યાન ૬ મેગા ઈવેન્ટસ સાથે ૮૦થી વધુ કાર્યક્રમો યોજયા છે, સન્માન થાય તો ચોકકસથી હર્ષ અનુભવાય, પરંતુ આ સન્માન અમારા આઈએમએ ગાંધીધામની સમગ્ર ટીમનું છે, સૌના સહિયારા પ્રયાસોથી અમારા કાર્યોની નોંધ લેવાઈ છે, આગામી સમયમાં વધુ શ્રેષ્ઠ કાર્યો કરવા એક ટીમ બનીને પ્રયત્નો કરતા રહીશુ : શ્રી મોહનીશ ખત્રીએ વ્યકત કર્યો હદયભાવ

ગાંધીધામ : કચ્છની મેડીકલ જગતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયુ હોય તેવી રીતે ગુજરાત સ્ટેટ આઈએમએ બ્રાન્ચ દ્વારા શ્રેષ્ઠ સેક્રેટરીર૦ર૧-રરના એવોર્ડ માટે ગાંધીધામ આઈએમએના મંત્રીશ્રી ડો. મોહનીશ ખત્રીની પસંદગી કરવામાં આવી છે. શહેરમાં પાછલા ત્રણ વર્ષથી કેન્સર સર્જન તરીકે અને પૂર્વ કચ્છની સૌથી મોટી એવી રામબાગ હોસ્પિટલમાં કલાસવન તબીબની યશસ્વી સેવા બજાવી રહેલા મોહનશીખ ખત્રીને ડો. પારૂલ વડગામ ભાવસાર, બેસ્ટ આઈએમએ લોકલ બ્રાન્ચ સેક્રેટરી એવોર્ડ વર્ષ ર૦ર૧-રરનો ખિતાબ આપવાનું ઈન્ડીયન મેડીકલ એસો.ની ગુજરાત સ્ટેટ બ્રાન્ચનીઘોષણા કરવામાં આવી છે.બીજીતરફ આ બાબતે જેઓની સેવા અને કામગીરીની નોધ લેવાઈ છે તેવા ગાંધીધામ આઈએમએના સેક્રેટરી અને યુવા તબીબ ડો. મોહનીશ ખત્રીની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, અમે એક વર્ષના સમયકાળમાં છ જેટલા મોટા ઈવેન્ટસ સાથે બીજા નાના-મોટા કુલ્લ ૮૦ જેટલા કાર્યક્રમો કર્યા છે. જે પ્રવૃતીઓની નોધ લેવાઈ છે અને આઈએમએ ગાંધીધામને બેસ્ટ સેક્રેટરીનો ખીતાબ મળવા પામી રહ્યો છે. આ કાર્યક્રમ આગામી ૧૯મીએ વડોદરા ખાતે યોજાશે. શ્રી ખત્રીએ ખુશીની લાગણી વ્યકત કરતા જણાવ્યુ હતુ કે, કામની નોંધ લેવાય તે એક પ્રકારે સંતોષ અને વધુ કંઈક કરી છુટવાનુ બળ આપનારૂ જ બનીરહેતુ હોય છે. આ એવોર્ડ મળવાથી મને પણ ખુશી થઈ છે પરંતુ આ એવોર્ડ માત્ર મારા એકનો નહી ગાંધીધામ આઈએમઅની અમારી સમગ્ર ટીમની સહિયારી કામગીરીને નામ છે. અમારા સીનિયર ડોકટર્સ, આઈએમએના વર્તમાન પ્રમુખશ્રી અને અમારી સમગ્ર ટીમ આ ખિતાબને માટે યશોભાગી છે. મારા માતા-પિતા અને પરીવારને પણ હું આ એવોર્ડ બદલ યશોભાગી ગણાવીશ તેમ શ્રી ખત્રીએ જણાવ્યુ હતુ.