સ્મૃતિવન પાસે બીજો અકસ્માત : કાર તેમજ બે ટ્રક ભટકાઈ

0
42

બમ્પરના લીધે કારે અચાનક બ્રેક મારતા ટ્રક ઘુસી ગઈ : ટ્રકના ઠાઠામાં બીજી ટ્રક અથડાઈ

ભુજ : શહેરના ભાગોળે સ્મૃતીવન-માધાપર માર્ગ પર કોઈપણ ચિહન કે સફેદ પટટા કર્યા વગર બમ્પર બનાવી દેવાતા ત્રણ દીવસમાં અકસ્માતનો બીજો બનાવ બન્યો છે. તહેવારને ટાકણે આ માર્ગ દિવસ-રાત ધમધમી રહ્યો છે ત્યારે શનિવારે સવારે બમ્પરના કારણે કાર અચાનક બ્રેક મારતા ટ્રકે પાછળથી ટકકર મારી હતી, જયારે ટ્રકના ઠાઠામાં બીજી ટ્રક ઘુસી ગઈ હતી.શનિવારે સવારે અગિયાર વાગ્યાના અરસામાં માધાપર તરફ જઈ રહેલી કાર સ્મૃતિવન પાસે અચાનક બમ્પરને કારણે બ્રેક મારી હતી જેથી પાછળથી ટ્રકે ટક્કર મારતા કાર આગળ દોડી ગઈ હતી, જયારે ટ્રકના ઠાઠામાં અચાનક પાછળથી આવતી બીજી ટ્રક ઘુસી જતા કેબીનમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. આમ, શનિવારે સવારે ત્રીપલ અકસ્માતને કારણે આર.ટી.ઓ. સર્કલ સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. નોંધનીય છે કે, બે દિવસ પુર્વે અહીં જ બમ્પરને કારણે બાઈક સવાર પર ટ્રાવેલ્સ ફરી વળતા મોત નિપજયુંં હતું, જયારે શનિવારે બીજો અકસ્માતનો બનાવ બન્યો હતો. વહીવટી તંત્ર દ્વારા બનાવાયેલા આ કઢંગા બમ્પરના લીધે વધુ કોઈનો ભોગ લેવાય તે પહેલા સુચન-નિર્દેશ લગાવાય તેમજ સ્લોપીંયા બમ્પર બનાવી દેવાય તો અકસ્માતન બનાવ બનતા અટકી જશે અને જાનહાની અટકશે.