અંજારના પીઆઈ સીસોદીયાનો સપાટો : અજાર પર સીમમાંથી રતેભરેલી ટ્રકો પકડાઈ

0
44

અંજાર પોલીસની ટુકડીએ બે ટ્રક, લોડર-જેસીબી, ટ્રેકટર સહિતના વાહનો કબજે કર્યા : જાે કે અમુક વાહનો ખાનગી સર્વે નંબરમાં લેવલીંગ કરતા હોવાથી છોડી દીધા

અંજાર: પોલીસની ટુકડી અજાપર વિસ્તારમાં પેટ્રોલિંગ વેળાએ સીમમાં આવેલા ગૌશાળાની સામે તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ઉલેચી રહેલી બે ટ્રકો, જેસીબી-લોડર અને ટ્રેકટર સહિતના વાહનોને કબજે કર્યા હતા. જાે કે ટ્રેકટર, જે.સીબી અને લોડર ખાનગી સર્વે નંબરમાં લેવલીંગ કરતા હોવાનું જણાવતા તે વાહનો છોડી દેવાયા હતા જયારે બે ટ્રકો ગેરકાયદેસર રેતી ભરેલી હોવાથી તેને કબજે કરી ખાણ ખનીજ વિભાગને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જાણ કરી હતી.

અજાપર ગામની સીમમાં આવેલા ગૌશાળાની સામે આવેલા તળાવ માથી માટી ખનન ચાલુ હતુ ત્યારે અંજાર પોલીસની ટુકડી ત્રાટકી હતી. અંજાર પોલીસની ટુકડીએ જીજે ૧ર બીવાય પ૦૪૦ નંબરના ટ્રક ડ્રાઈવર ગણપતભાઈ પુનાભાઈ પટેલ (રહે. ગોધરા) તથા જીજે ૧ર બીવાય ૩ર૭૩ ના ચાલક હીંદુભાઈ બચુભાઈ ભરવાડ (રહે. ભીલોડા અરવલ્લી)વાળા પાસેથી ખનન કરવા અંગે પાસ-પરમીટની માગણી કરતા કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. દરમિયાન આ રેડ વેળાએ પોલીસે જીજે ૦ર એલ ૦પ૭પ નંબરનું ટ્રેકટર, જીજે ૧ર સીએમ પ૯પપ નંબરનું જેસીબી, એક લોડર અને બે ટ્રક મળી કુલ પાંચ વાહનો કબજે કર્યા હતા. અજાપર સીમના સર્વે નંબર ૪૦, ૪ર અને ૪૬ એન.એ. થઈ ગઈ હોવાથી તેમાં લેવલીંગ કરાતું હોવાનુ પાછળથી ધ્યાને આવતા તે લોકોએ એન.એ.નો ઓર્ડર દેખાડયો હતો અને લેવલીંગ કરતા હોવાનુ ધ્યાને આવ્યું હતું, આ વાહનો ખનીજ ઉલેચતા ન હોવાનુ જાણ થતા તે વાહનો છોડી દેવાયા હતા જયારે બે ટ્રકો ગેરકાયદેસર રીતે રેતી ભરી હોવાનુ ધ્યાને આવતા પીઆઈ એસ. ડી. સીસોદીયાએ  રેતી ચોરી કારસ્તાન બદલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી તેમજ દંડ કરવા માટે પુર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. 

પૂર્વ કચછ ખાણખનિજ વીભાગ શું  અગરબત્તી કરવા જ છે…!

આ પહેલા પણ અંજાર પોલીસે રતનાલના મેાડસર પાસેથી આવતી ગેરકાયદેસર ખનીજવાળી ગાડીઓ પકડી હતી : તો મામલતદારશ્રીએ પણ સરપ્રાઇજ ચેકીંગમાં અંજાર વિસ્તારમાથી પકડી હતી પરવાના વિનાની ગાડીઓ..!:  ખાણવિભાગને કેમ આ પ્રકારની કાર્યવાહી કરવાની ફુરસદ નથી મળતી?

ગાંધીધામ : અંજારના અમુક ગ્રામીણ વિસ્તારોમાં નદી પટ્ટામાં બેફામ પણે રેતીચોરીઓ કરવામાં આવી રહી છે. આ વીસ્તારમાં અંજાર પોલીસ ઉપરાછાપરી આ વિસ્તામાથી ખનીજચોરીને ખુલ્લી પાડી રહી છે. હાલમાં પોલીસે કાર્યવાહી કરી તે પહેલા અંજાર મામલતદારે બે ગાડીઓને પકડી હતી તો તેથીય પહેલા પણ અંજાર પોલીસે જ ખાણખનીજના પાસ પરવાના વિનાની ગાડીઓને અટકાવી ચેકીંગ કરીને પકડી પાડી હતી. ત્યારે અહી સવાલ થાય છે કે, પૂર્વ કચ્છની ખાણખનિજ વિભાગની કચેરી, ભુસ્તરશાસ્ત્રી પણ અંજારમાં જ બિરાજમાન છે તો તેઓને કેમ આ પ્રકારની ખનીજચોરીની કોઈ કાર્યવાહી કરવાની ફુરસદ નથી મળતી કે પછી અંધારામાં તેઓ રહી જાય છે?