મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં હતભાગી થયેલ નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે અંજાર નગરપાલિકા દ્વારા બે મિનિટ શહેરીજનોને મૌન પાળવા સાયરન વગાડવામાં આવ્યો

0
62

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં હતભાગી થયેલ નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે અંજાર નગરપાલિકા દ્વારા સવારે ૧૧-૦૦ કલાકે બે મિનિટ માટે શહેરીજનોને મૌન પાળવા સાયરન વગાડવામાં આવી હતી. તેમજ બપોરના ૧૨-૦૦ કલાકથી૧૨-૩૦ કલાક સુધી નગરપાલિકા કચેરીના મુખ્ય સભાખંડમાં નગરપાલિકાના અધ્યક્ષા  શ્રીમતી લીલાવંતીબેન ડી. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાર્થના સભાના અંતે બે મિનિટનું મૌન પાડી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજની આ પ્રાર્થના સભામાં નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી લીલાવંતીબેન પ્રજાપતિ ,કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી, કારોબારી ચેરમેન શ્રી વિજયભાઈ પલણ, શાસક પક્ષના નેતા શ્રી સુરેશભાઈ ટાંક, વિપક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, કાઉન્સિલરો સર્વશ્રી અનિલભાઈ પંડ્યા, શ્રી નિલેશભાઈ ગોસ્વામી, શ્રી ડાયાલાલભાઈ મઢવી, શ્રી અમરીશભાઈ કંદોઈ, શ્રી સુરેશભાઈ ઓઝા, શ્રી કેશુભાઈ સોરઠીયા, શ્રીમતી કલ્પનાબેન ગોર, કચેરી અધિક્ષક શ્રી ખીમજી પાલુભાઈ સિંધવ, ભાજપ અગ્રણીઓ શ્રી હનીફભાઈ કુંભાર, શ્રી મજીદભાઈ રાયમા, શ્રી ફરહાનભાઈ લોઢીયા, શ્રી સાવનભાઈ કંસારા, શ્રી સંદીપભાઈ ચુડગર, શ્રી નરસિંહભાઈ દાવા,શ્રી ભરતભાઈ ઠક્કર, શ્રી ભીમજીભાઈ ચોટારા, અનશભાઈ ખત્રી,શ્રી સાવનભાઈ પંડ્યા, શ્રી ગુંજનભાઈ પંડ્યા, શ્રી બિંદુલભાઈ અંતાણી, ભારતીબેન બારોટ, તેજપાલભાઈ લોચાણી પ્રકાશભાઈ રોશિયા ,મીરલબેન વેગડ, ટીનાબેન વેગડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.