મીઠીરોહર સમીપે રેતીચોરો સામે અંજાર ડીવાયએસપીશ્રીની લાલઆંખ : ખાણખનિજ વિભાગ ભણી હવે મંડાયા મીટ..!

0
48

મીઠીરોહર સમીપેના નદીપટ્ટમાં રેતીચોર તત્વો પર અંજાર ડીવાયએસપીશ્રીની ટીમની તવાઈ : આધાર પુરાવા વિના રેતીચોરી કરનારાઓ પર પોલીસે ત્રાટકી, બે શખ્સોને રાઉન્ડ અપ કરી, તેમની પુછતાછ કર્યા બાદ ખાણખનિજ વિભાગને સોપ્યો કેસ : જો ખાણખનિજ વિભાગ કોઈની પણ સાડા બારી રાખ્યા વિના કડક કાર્યવાહી કરશે તો ચમરબંધીઓ અને અગાઉ પણ રેતીચોરીમાં ચકચારી રહી ચૂકેલા શખ્સો સુધી લંબાશે રેલો

ગાંધીધામ : ખાણખનિજ વિભાગનું કામ જાણે કે, પોલીસતંત્ર કરી રહ્યુ હોય તેમ તાજેતરમાં જ તાલુકાના મીઠીરોહર પાસેથી રેતીચોરી કરનારાઓ સામે અંજાર નાયબ પોલીસ અધિક્ષકની ટીમ દ્વારા લાલઆંખ ભરી કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગ્તો અનુસાર અંજાર નાયબ પોલીસ અધિક્ષકની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મીઠીરોહર જીઆઈડીસી ત્રણ રસ્તા પાસે ડીપીએ-કંડલાની જમીન પર ગેરકાયદેસર રીતે વિના પાસ પરવાનાએ માટી ઉસેડતા શખ્સો નજરે પડી જવા પામી ગયા હતા. નદી કિનારે ચાલી રહેલી આ રેતી-માટી ચોરીમાં સ્થળ પર હિટાચી અને ડમ્પર સહીતના તેના ડ્રાયવરોને આ ટીમે આબાદ ઝડપી લીધી હતી.આ ટીમ સ્થળ પર ધસી જતા ત્યા એક હીટાચી અને ડમ્પર મળી આવતા તેમાંથી તે સમયે આધાર-પુરાવા વિનાની રેતી-માટીનો જથ્થો મળી આવવા પામતા તે જથ્થાને ને ત્યાં જ અનલોડ કરાવી દીધો હતો. બીજીતરફ આ અંગે અંજારના ડીવાયએસપીશ્રી ચૌધરીની સાથે વાતચીત કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, માટીના આધાર પુરાવા વિનાના જથ્થા સાથે બે શખ્સો મળ્યા હતા જેઓને રાઉન્ડ અપ કરી તેમની પુછતાછ કરી અને જવા દેવામાં આવ્યા છે. આ ઉપરાંતની આગળની તપાસ હવે ખાણખનિજ વિભાગે હાથ ધરી હોવાથી આગળની તમામ વિગતો અને કાર્યવાહી તેઓની કક્ષાએથી જ માલુમ પડી શકે તેમશ્રી ચૌધરીએ જણાવ્યુ હતુ.દરમ્યાન જ હવે પછીની તપાસનો દારે અને આ રેચીચોરીમાં કોણ કોણ સામેલ હતા, કેટલા સમયથી રેતીચોરી કરવામાં આવતી હતી, કેટલા પ્રમાણમાં રોયલ્ટીચોરી કરવામા આવી છે તે સહિતની વિગતો ખાણખનીજવિભાગની આગળની કાર્યવાહી બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે.તો વળી કહેવાય છે કે, જો આ કેસમાં હવે ખાણખનિજ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની સાડાબારી રાખ્યા વિના કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે તો મારો કોઈ વાળ પણ વાંકો કરી ન શકે, મને જે મજા આવે અને હું જે ધારૂ તેવા ધંધાઓને બિનધાસ્ત અંજામ આપી શકું છે, આવી શેખીઓ મારતા અને ખુદને ડોન તરીકે ઓળખાવતા ફરતા અંજારના વરસામેડી સમીપેના એક શખ્સ સુધી રેલો લંબાવવા પામી શકે તેમ જાણકારો માની રહ્યા છે.