માંડવી સીટ પર સ્થાનિક ઉમેદવાર અનિરૂદ્ધ દવેનું નામ જાહેર થતાં કાર્યકરોમાં અનેરો ઉત્સાહ

0
82

આઝાદ ચોક ખાતે ફટાકડા ફોડાયા : વિકાસનું ભાથુ લોકો સુધી લઈ જવાનો ઉદ્દગાર વ્યક્ત કરતા ઉમેદવાર

માંડવી : વિધાનસભા બેઠક માંડવી ઉપર ભાજપના ઉમેદવાર તરીકે અનિરૂદ્ધભાઈ દવેનું નામ જાહેર થતાં પંથકમાં અનેરૂ ખુશીની લાગણી વ્યાપી છે. વહેલી સવારથી અનિરૂદ્ધભાઈ દવેના નિવાસસ્થાને બહોળા સમર્થકો અને કાર્યકરોએ તેમને અભિનંદન પાઠવવા માટે ઉમટી પડ્યા હતા.
આઝાદ ચોક ખાતે ફટાકડા ફોડીને કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. બહુ વિવિધતા ધરાવતી માંડવી બેઠક ઉપર લાંબી અટકળો અને કાવાદાવા વચ્ચે સ્થાનિક અને માંંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન જિલ્લા ભાજપના મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવેને ભાજપે વિધાનસભાની ટીકીટ જાહેર કરી છે. ત્યારે અનિરૂદ્ધભાઈ દવેએ ભાજપના મોવડી મંડળનો આભાર વ્યક્ત કરી લોકો સુધી વિકાસનો ભાથો લઈને જવાની નેમ વ્યક્ત કરી હતી. અને છેવાળાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચી રહે તે માટે તેમણે કટિબદ્ધતા દર્શાવી હતી.
માંડવી શહેર ભાજપના પ્રમુખ દેવાંગભાઈ સદવેએ ભાજપ પક્ષે દવે પરિવારની કદર કરતાં તેમના મોટા ભાઈ અનિલભાઈ દવેને વિધાનસભાની ટિકિટ આપતાં તેમણે ખુશીની લાગણી વ્યક્ત કરી પક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. અને મંડળના તમામ કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી. માંડવી વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારોને ભાજપ અને વિકાસની તરફેણમાં મતદાન આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે દેવાંગભાઈ દવે, સુરેશભાઈ સંઘાર, નિલેશભાઈ મહેશ્વરી, અરવિંદભાઈ ગોહિલ, હેતલબેન સોનેજી, જીજ્ઞાબેન હોદારવાલા, રાણશીભાઈ ગઢવી, બટુકસિંહ જાડેજા, કમલેશ ગઢવી, ધનરાજ ગઢવી, ગોપાલભાઈ ગઢવી, કીર્તિભાઈ ગોર, શિલ્પાબેન નાથાણી, સુજાતાબેન ભાયાણી, જીગ્નેશભાઈ કષ્ટા, પંકજભાઈ ગોર, મુકેશભાઈ જાેશી, દર્શન ગોસ્વામી, સામતસિંહ સોઢા, ઉદય ઠાકર, અસગર નૂરાની, રાજેશ કાનાણી, મહેન્દ્ર રામાણી, હરેશ રંગાણી, અલીભાઈ રોહા, વિપુલ હોદારવાલા, હરિઓમ અબોટી, વિશાલ ઠક્કર, હરેશ વિઝોડા, કેશવજીભાઈ રોશિયા, મેહુલભાઈ શાહ, ભારૂ ગઢવી સહિતના પંથકભરમાંથી કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.