પડાણા-ભીમાસર રોડ પર અજ્ઞાત વાહને યુવાનને હડફેટે લેતા મોત

The imaginary basketball arena is modelled and rendered.

પડાણામાં બરફની કંપનીના ધાબા પરથી પડી જતા યુવાનનું મોત

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અપમૃત્યુના બે બનાવોમાં બે યુવાન કાળનો કોળિયો બન્યા હતા. પડાણા – ભીમાસર રોડ પર અજાણ્યા વાહન ચાલકે રાહદારી યુવાનને હડફેટમાં લેતા મોત નિપજયું હતું, તો પડાણામાં આવેલી બરફની કંપનીના ધાબા પરથી યુવાન નીચે પટકાતા મોતને ભેટ્યો હતો.ગાંધીધામના પડાણાથી ભીમાસર જતા રોડ પર કચ્છ કેમિકલ કંપની નજીક અજ્ઞાત વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પુર ઝડપે અને બેદરકારી પૂર્વક હંકારીને રાહદારી યુવાન વેદ પ્રકાશ ભુપસિંગ દિવાનને હડફેટમાં લેતા હતભાગીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજયું હતું. બનાવને પગલે હતભાગીના પિતરાઈ ભાઈ અજીતસિંગ રાજકુમાર દિવાને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોધાતા પીએસઆઈ જી.કે. વહુનીયાએ આગળની તપાસ હાથ ધરી છે.તો બીજીતરફ પડાણામાં આવેલ પંચરત્ન માર્કેટની પાછળ આવેલી બરફની કંપનીના ધાબા પરથી પડી જતા યુવાનનું મોત નિપજયું હતું. પંચરત્ન માર્કેટ પાછળ જ રહેતા શેષનાથ કંચન સહાની (ઉ.વ.૩પ) નામનો યુવાન અકસ્માતે કંપનીની છત પરથી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધતા પીએસઆઈ જી.કે. વહુનીયાએ આગળની તપાસ હાથ ધરી છે.