અલ્ટ્ર્રાટેક કંપનીના સહયોગથી અબડાસા અને લખપત પટ્ટામાં વિકાસની એક ઝાંખી

ગાંધીધામ : અબડાસા તાલુકમાં આવેલ સિમેન્ટ કંપની ઔધોગીકરણના પગલે સામાજિક, આરોગ્ય, આજીવિકા અને શૈક્ષણિક રીતે સર્વાગી વિકાસ કરવા અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપની – સેવાગ્રામ સિમેન્ટ વર્કસ- વાયોર દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે.કંપનીના સંબધિત વિભાગ દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તાર પૈકી ૧૪ જેટલા ગામડામાં કંપની તેમની શાળામાં ગામના ૩૦૦ જેટલા બાળકોને મફત ભણતરની સુવિધા પૂરી પાડે છે. તથા બાળકોને બપોરનું ભોજન અને શાળામાં આવવા જવા માટે કંપની તેમની સ્કુલ બસની સુવિધા મફતમાં ગ્રામજનોને
પૂરી પાડે છે. કંપની તેમના હોસ્પિટલમાં ગ્રામજનોની સુખાકારી માટેની દવાઓ મફતમાં આપે છે તથા જરૂરી હોય તો એક્સ-રે અને લેબોટરી ટેસ્ટ અને સારવાર પણ મફતમાં કરી આપવામાં આવે છે.આ ઉપરાંત પીવાના પાણીની સમસ્યાને પહોચી વળવા માટે અંદાજિત ૧૬૦ થી ૨૦૦ કે.એલ પાણી અબોલા પશુઓ માટે અને જનસમુહને દરરોજનું પાણીના ટેન્કર દ્વારા અને પાઇપલાઇન દ્વારા પૂરું પાડવામાં આવે છે. જે ટેન્કર સ્થાનિકે ગ્રામ્ય વિસ્તારના લોકો પાસેથી ભાડે રખાયા છે. અને ઘાસચારો આપવામાં આવે છે. સ્થાનિક લોકોને રોજગારી અપાય છે. અત્યાર સુધીમાં આજુબાજુના ગામડાઓમાં કુલ ૪૦૨ જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા છે. સરકારની સુજલામ સુફલામ યોજના હેઠળ અંદાજિત પંદર નાના ડેમ અને તળાવ ઊંડા કરવાની કામગીરી, પશુને પીવાના પાણીના અવાડા બનાવવા,
પશુ આરોગ્ય અને રસીકરણ કેમ્પ કરવામાં આવે છે. આજુ બાજુના ગામડાઓમાં ચાર પ્રાથમિક શાળામાં બાળકો માટે શૌચાલય, વોટર કુલર, પીવાના પાણીની ટાંકી, છેલ્લા ત્રણ વર્ષમાં ચોમાસા પહેલા દરેક શાળામાં પાંચહજાર જેટલા
વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ગુજરાતી પ્રાથમિક શાળા અને માધ્યમિકમાં કુલ છ શાળામાં બાર પ્રવાસી શિક્ષકો
આપવામાં આવે છે જેથી શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ આઉટ રેશિયો ધટે,શાળા પ્રવેશ, બાળકોને પ્રોત્સાહન માટે નાની-મોટી સ્પર્ધાત્મક કાર્યક્રમો, શાળા બાળકો ને મેરીટ રિવોર્ડ, બોર્ડ પરીક્ષાની તૈયારી માટે અપેક્ષિત તેમજ અન્ય જરૂરી વસ્તુઓ આપવામાં આવે છે. સામાજિક લેવલે સમૂહ લગ્ન, રમતો,મેળા માં આર્થિક સહકાર આપવો, મહિલા માટે આરોગ્ય કેમ્પ યોજવામાં આવે છે, મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો, હોસ્પિટલ માં નિઃ શુલ્ક મેડિકલ સારવાર અને લેબ-ટેસ્ટ પણ કરી આપવામાં આવે છે. રોડરસ્તા મરામત અને નદી-નાળા ની સફાઈ માટે જે.સી.બી આપવામાં આવે છે. ગ્રામ પંચાયત અને ફોરેસ્ટ ખાતામાં ઓફિસ ફર્નિચર તેમજ અન્ય સહકાર આપવામાં આવે છે.કોરોના પગલે લોકડાઉન જેવી સ્થિતિમાં સ્થાનિક લોકોની રોજગારીની સાથે સાથે ગત વર્ષમાં ભારત સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન ના સમયગાળાનું મજૂરોનું વેતન કરવામાં આવેલ છે. રોજનું કમાઈને રોજનું ખાવાવાળા વર્ગને ૬૦૦૦ ફૂડ પેકેટ્‌સ, ૪૦૦ જેટલી ડ્રાય રાશન-કીટ, ૧૫૦૦૦ જેટલા માસ્ક અને સેનિટાઈજર નું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગુજરાત સરકારના/સંસ્થામાં કોવિડ કેર સેન્ટરમાં મેડિકલ સપોર્ટ અને ૩૦૦૦ કોરોના ટેસ્ટ એન્ટિજન કીટ, ૨૦૦ જેટલી ઑકસીજન બોટલ નો સહકાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજુબાજુના લોકોને હોસ્પિટલમાં નિઃ શુલ્ક કોરોના રેપીડ એન્ટિજન ટેસ્ટની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહેલ છે.અબડાસા – લખપતમાં કાર્યરત અસ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ- વાયોર દ્વારા શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, રોજગારી, મહિલા સશક્તિકરણ, આંતરમાળખાકીય સુવિધા અંતર્ગત અનેકવિધ કાર્યો દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવાય છે.