પ્રબુદ્ધ નાગરિક સંમેલનની તૈયારી માટે જિલ્લા ભાજપની અગત્યની બેઠક યોજાઇ

0
27

ભુજ : કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કેશુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે એક અગત્યની બેઠક યોજવામાં આવેલ હતી, જેમાં પ્રદેશ ભાજપની માર્ગદર્શિકા અનુસાર જિલ્લામાં વસતા પ્રબુધ્ધ નાગરીકોનું સંમેલન યોજવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.આ અવસરે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે પાર્ટીના પ્રત્યેક સમર્પિત કાર્યકરે સર્વાંગી રીતે સજજ થઇને એકશન મોડ પર રહેવું અનિવાર્ય છે. પ્રદેશ ભાજપની સૂચના અનુસાર રાજયભરની માફક કચ્છમાં પણ પ્રબુધ્ધ નાગરીકોનું વિશાળ સંમેલન યોજાય તે માટે જિલ્લા ભાજપના પ્રવર્તમાન દરેક સેલ-મોરચા અને ઘટકે પરસ્પર સંકલન સાધીને પોત પોતાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વધુમાં વધુ લોકોને જાેડવા માટે સકિય પ્રયત્નો કરવાના રહેશે.
આ માટે વિવિધ સેલોએ જે તે વિભાગની બેઠક બોલાવીને તબીબો, ધારાશાસ્ત્રીઓ, ચેમ્બરર્સના આગેવાનો, શિક્ષકો, પ્રાધ્યાપકો, કોલમીસ્ટો, સાહિત્યકારો, સામાજિક અને સેવાકિયા સંસ્થાના આગેવાનો તેમજ વિવિધ એસોશીએસનના હોદ્દેદારોની યાદી તૈયાર કરી તેમને પ્રત્યક્ષપણે આમંત્રણ આપવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ મહામંત્રી અનિરૂદ્ધભાઇ દવેએ સૌ ઉપસ્થિતોને આ કાર્યકમની સફળતા અને યથાર્થ ફળશ્રુતિ માટે પ્રયત્નો કરવા આવાહન કર્યું હતું.કાર્યકમનું સંચાલન કરતા જિલ્લા ભાજપ મહામંત્રી શીતલભાઇ શાહે બેઠકના પ્રારંભે સમગ્ર આયોજન બાબતે પ્રાસંગીક સમજણ પુરી પાડી હતી તેમજ સમાજના શિક્ષિત અને ભદ્ર લોકો સુધી સરકારની ઉપલબ્ધિ અને વિકાસયાત્રાની વાત પ્રત્યક્ષપણે પહોંચાડવી એ બાબતને અત્યંત મહત્વપૂર્ણ લેખાવી હતી.આ બેઠકમાં જિલ્લા ભાજપના હોદેદારો, જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, વિવિધ સેલના સંયોજક-સહ સંયોજકો સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હોવાનું ભુજ શહેર ભાજપ મીડીયા ઇન્ચાર્જ સંજય ઠકકરની યાદીમાં જણાવાયું હતું.