કસ્તુરબા પોષણ સહાય યોજના અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ લેવા કચ્છ જિલ્લાના લાભાર્થીઓને આહવાન

0
23

વર્ષ ૨૦૨૨માં કચ્છમાં માત્ર ૬ માસમાં ૯૭૦૦ લાભાર્થીઓને રૂ.૫ કરોડની સહાય અપાઇ

પુખ્ત વિચારણાના અંતે રાજ્યમાં કુ-પોષણ અને એનીમીયાથી થતી બીમારી, માતા મરણ અને બાળમૃત્યુના દરમા ઘટાડો કરવાના આશયથી રાજ્યના ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોની માતાઓના આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુસર આ યોજના ચાલુ કરવામાં આવી છે, ગુજરાત રાજયમાં રાજય સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ તથા શહેરી વિભાગના દ્વારા જાહેર કરાવેલ ગરીબી રેખા હેઠળ કુટુંબોની સગર્ભા માતાઓ માટે આ યોજના વર્ષ ૨૦૧૧-૧ર માં સરકારશ્રી દ્વારા ગુજરાત રાજયમાં ચાલુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ઘણા બધા લાભો મળે છે જેવા કે સગર્ભાવસ્થામાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂા. ર૦૦૦/- ની સહાય મળે છે,સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂા.૨૦૦૦/-ની સહાય, બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧ર મહિના મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન એ આપ્યા બાદ સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂા.ર૦૦૦ ની સહાય આપવામાં આવી છે. આમ કુલ રૂા.૬૦૦૦/- સહાય દરેક લાભાર્થી માતાઓને ત્રણ પ્રસુતિ સુધી  મળશે.

                             આ બધા લાભો લેવા માટે લાભાર્થીઓએ મમતા દિવસે સગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એફ.એચ. ડબલ્યુ.બેન પાસે નોંધણી કરાવવી  જે તે વિસ્તારના આશાબહેન, ફિમેલ હેલ્થ વર્કર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના આરોગ્ય કાર્યકરનું સંપર્ક કરવાનું રહેશે. આ યોજનાનો લાભ જે તે વિસ્તારના સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા નિયત ફોર્મ ભરવાનું રહેશે. મંજુર થયેથી નાણાં સીધા લાભાર્થીના બેન્ક ખાતામાં / પોસ્ટ ઓફિસમાં ખાતામાં જમા થશે. જેથી લાભાર્થી એ બેન્કના ખાતા નંબર આપવાના રહેશે. વર્ષ ૨૦૧૯-૨૦૨૦  તથા વર્ષ ૨૦૨૦-૨૦૨૧ અને વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં કુલ ખર્ચ  રૂા. ૪,૪૦,૨૭૦૦૦/- થયેલા છે.અને છેલ્લા વર્ષમાં એપ્રિલ-૨૦૨૧ થી ઓગસ્ટ-૨૦૨૨ સુધી કુલ ૬૨૩૯એ લાભ લીધેલો છે.

                             પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં પહેલીવાર ગર્ભવતી થનારી મહિલાઓ માટે સરકારની આ યોજના વરદાનરૂપ સાબિત થઈ છે.

                જાન્યુઆરી ૨૦૧૭માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં અત્યાર સુધી સમગ્ર ભારતમા લાખો-કરોડો મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ફાયદો ઉઠાવી રહી છે. કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાઓના ખાતામાં ૫૦૦૦ રૂપિયાની સહાય  આપી રહી છે. જો તમને પણ આ લાભ લેવો છે તો આજે અમે તમને જણાવી શું કે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકાય છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ તમામ APL/BPL લાભાર્થીઓને મળવાપાત્ર છે, આ યોજનાનો લાભ પ્રથમ પ્રસુતિ સુધી સીમિત છે કુલ રકમ રૂપિયા ૬૦૦૦ મળવાપત્ર છે.

જાણો PMMVY  યોજના વિશે

  દેશ ભરમાં મહિલાઓ અને નવજાત બાળકોના ભવિષ્યને લઈને કેન્દ્ર સરકાર અગત્યના પગલાં ઉઠાવી રહી છે. ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોના વિકાસ ને ધ્યાનમાં રાખી ને કેન્દ્ર સરકારે PMMVY યોજના બનાવી છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ અને સ્તન પાન કરાવતી મહિલાઓને ૫૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. ૫૦૦૦ રૂપિયા ત્રણ અલગ-અલગ હપ્તામાં આપવામાં આવે છે. નોંધનીય છે કે, ૧૯ વર્ષથી પહેલા ગર્ભવતી થયેલી મહિલાઓને આનો લાભ નહીં મળે.

જાણો ક્યારે મળે છે રૂપિયા.

  આ યોજના હેઠળ પહેલીવાર ગર્ભવતી થતાં પોષણ માટે ૫૦૦૦ રૂપિયા ગર્ભવતીના ખાતામાં આપવામાં આવે છે. તેનો પહેલો હપ્તો ૧૦૦૦ રૂપિયાનો, ગર્ભધારણના ૧૫૦ દિવસની અંદર ગર્ભવતી મહિલા દ્વારા રજિસ્ટ્રેશન થતાં આપવામાં આવે છે, જ્યારે, બીજો હપ્તો ૨૦૦૦ રૂપિયા ૧૮૦ દિવસની અંદર આપવામાં આવે છે. ત્રીજો હપ્તો ૨૦૦૦ રૂપિયા પ્રસવબાદ અને શિશુના પ્રથમ રસીકરણ નું ચક્ર પૂર્ણ થવા મળે છે.

આ મહિલાઓને મળે છે તેનો લાભ

   આ યોજનાનો લાભએ મહિલાઓને મળે છે જે દૈનિક પગાર પર કામ કરી રહી છે કે પછી જેની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભાવસ્થા દરમિયાન મજૂરીમાં થયેલા નુકસાનને ઓછું કરવાનો છે. આ આર્થિક મદદ મળવાથી ગર્ભવતી મહિલાઓને આરામ કરવાનો સમય મળી જાય છે. આ યોજનાનો લાભ એ મહિલાઓને નથી મળતો જે કોઈ પણ કેન્દ્રીય કે પછી રાજ્યસરકાર ના ઉપક્રમ સાથે જોડાયેલી છે.

જાણો કેવી રીતે કરશો અરજી

        માતૃત્વવંદના યોજના ૨૦૨૧ અંતર્ગત કેન્દ્ર સરકારે અરજીની પ્રક્રિયાને ઓનલાઇન કરી દીધી છે. એટલે કે લાભાર્થી જાતે જ ઓનલાઇન અરજી કરી શકે છે. તેના માટે સૌથી પહેલા લાભાર્થીને www.Pmmvy-cas.nic.in પર લોગિન કરી ને અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા ઓનલાઇન છે. જેથી ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી સરળતાથી કરી શકાશે, કચ્છ જિલ્લાના લાભાર્થીઓએ આરોગ્યની બધી જ યોજનાઓ વધુમાં વધુ લાભ લેવા માટે કચ્છ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. ઓ. માઢક એ અનુરોધ કર્યો છે.

           PMMVY યોજનામાં  વર્ષ ૨૦૨૨ માં છેલ્લા ૬ મહિનામાં ૯૭૦૦ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધેલ છે.  જેની પાછળ પ્રતિ લાભાર્થે રૂ.૬૦૦૦ નો લાભ મળી રૂ.૫ કરોડ જેટલો લાભ મળેલ છે.