ગણપતિ પંડાલોમાં મૂકાયેલી દાનપેટી દ્વારા ૭૦ હજારની રકમ એકત્ર

0
34

ભુજ : સતત ૧૧માં વર્ષે ગણપતિ ઉત્સવમાં દાન પેટી મૂકવામાં આવી હતી, જેમાં રૂપિયા ૭૦,૦૦૦ જેટલી મતદાર રકમનું દાન એકત્ર થયું હતું.

આ એકત્ર થયેલ રકમ અંગદાન અંગેની જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરતાં દાદા દિલીપભાઈ દેશમુખ તથા સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ગણપતિ પંડાલોના આયોજકોની હાજરીમાં સામાજિક કાર્યકર મિતેષભાઇ એચ. શાહને સુપ્રત કરવામાં આવી હતી.

આ અંગે મિતેષભાઇ એચ. શાહે સર્વે આયોજકો તથા ગણપતિ બાપાના ભક્તોનો આભાર માનતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી રૂપિયા ૧૩ લાખથી વધુની રકમનું દાન આ પંડાલોમાં દાન પેટી મૂકવાથી એકત્ર થયું છે, તે વિઘ્નહર્તાનો ચમત્કારક જ છે. ઉપસ્થિત સર્વે આયોજકોનો આભાર માનવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ રાહુલભાઈ ગોરે સંભાળી હતી.