સામખિયાળીના શખ્સ પાસેથી અમેરિકાની બનાવટની પિસ્તોલ મળી

0
46

ભચાઉ : આગામી વિધાનસભા ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે ગેરકાયદે હથિયાર પકડી લેવા માટે એસપી દ્વારા સૂચના આપવામાં આવતા પીએસઆઈ વાય.કે. ગોહિલને મળેલી બાતમીના આધારે સામખિયાળીના શખ્સને ગેરકાયદેસર હથિયાર પિસ્તોલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી ર૭ વર્ષિય બસીર આમદભાઈ ખલીફાના કબ્જામાંથી રૂપિયા રપ હજારની કિંમતની મેડ ઈન યુએસએ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. જેથી આરોપી સામે સામખિયાળી પોલીસ સ્ટેશન આર્મ્સ એકટ તળે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલા, નરેશભાઈ રાઠવા, ગેલાભાઈ શુકલા અને કોન્સ્ટેબલ ભારૂભાઈ વ્યાસ, રમેશભાઈ બારડ જોડાયા હતા.