દારૂના ગુનામાં એક વર્ષથી ભાગતો ફરતો આરોપી પકડાયો

0
34

ભુજ : શહેર બી ડિવિજન પોલીસ મથકે નોંધાયેલા દારુના ગુનામાં એક વર્ષથી ધરપકડથી ભાગી રહેલા આરોપીને પેરોલ ફરલો સ્કવોડની ટુકડીએ પકડી લીધો છે. બી ડિવિજન પોલીસ મથકે નોંધાયેલા દારુના ગુનામાં સંડોવાયેલો સગની મનીરામ રાજપુત (રહે. લોટસ કોલોની)ભુજ વાળો પોતાના ઘરની બહાર હોવાની બાતમી આધારે પેરોલ ફરલો સ્કવોડની ટીમે પકડી લીધો હતો. આરોપી એક વર્ષ પુર્વે નોંધાયેલા બી ડિવિજન પોલીસ મથકના દારુના કેસમાં ફરાર હતો.