ફોચ્ર્યુનર કાર ખરીદવામાં અમદાવાદના વેપારીને ચૂનો ચોપડાયો, ગાંધીધામનું કનેકશન નિકળ્યું

0
80

૪૦ લાખની ગાડીમાં ૯ લાખનું ડિસ્કાઉન્ટ અપાયું, ૩૧ લાખ રોકડા ચુકવ્યા તેની રિસીપ્ટ ગાંધીધામના ટોયેટા શોરૂમના નામે બનાવી અપાઈ : તપાસ કરતાં શોરૂમમાં નાણાં પહોંચ્યા જ ન હોવાનું ખુલ્યું : ગાંધીધામના શોરૂમના નામે કેટલા લોકોને શિકાર બનાવાયા તેની તપાસ શરૂ

ગાંધીધામ : અમદાવાદના નવરંગપુરામાં રહેતા સૌરભભાઇ મહેતા ખેડા ખાતે ફેકટરીમાં પિતા સાથે ધંધો કરે છે, તેમજ શેરબજારનું પણ કામકાજ કરે છે. તેમના એક એડવોકેટ મિત્રના ઓળખિતા પ્રાંજલ જૈને તેમને જણાવ્યું હતું કે, કોઇ સગાને નવી ગાડી લેવી હોય તો કહેજાે સારી એવી ઓફર અને ડિસ્કાઉન્ટ કરાવી આપીશ. સૌરભભાઇને ફોર્ચ્યુનર ફોર બાય ટુ ઓટોમેટીક ગાડી જાેઇતી હોવાથી તે વાત આ પ્રાંજલને કર્યા બાદ વર્ષ ૨૦૨૧માં મુલાકાત પણ થઇ હતી. પ્રાંજલે જે ગાડી રુપિયા ચાલીસ લાખમાં મળતી હોય છે, તે ગાડી રૂપિયા ૩૧ લાખમાં આપવાની વાત કરતા સૌરભભાઇએ જણાવ્યું હતું કે, આટલું બધુ ડિસ્કાઉન્ટ કેવી રીતે મળે. જેથી પ્રાંજલે કહ્યું કે, તેમને ડાયરેકટ પ્લાન્ટમાં ઓળખાણ હોવાથી ત્યાંથી ગાડી આવતી હોય ત્યારે વચ્ચેના શો રુમવાળાનું ડિસ્કાઉન્ટ નીકળી જાય છે અને આ લિમિટેડ ઓફર છે. આ ગાડી ખરીદવા કુલ પેમેન્ટ એક સાથે કરવું પડશે તેમ વાત કરી હતી. બાદમાં ગાડી લેવાનું પ્રાંજલને જણાવતા તેણે કહ્યું કે, તે કીર્તન ભરતભાઇ રાવની મારફતે ડિસ્કાઉન્ટથી ગાડીઓ પ્લાન્ટમાંથી અપાવતો હોય ર્કિતન રાવ સાથે  સૌરભભાઇએ તથા તેમના એડવોકેટ મિત્રએ ફોન ઉપર વાત કરી હતી. ત્યારે તેણે તેના પિતા ભરતરાવ પણ હાઇકોર્ટમાં એડવોકેટ છે અને તમને ગાડી લેવામાં કોઇ વાંધો નહીં આવે તેમ કહી, વિશ્વાસ અને ભરોસો  અપાવી સૌરભભાઇએ ફોર્ચ્યુન ફોર બાય ટુ ઓટોમેટીક ગાડી લેવાનું નક્કી કર્યું હતું. આ ગાડીનું તમામ પેમેન્ટ એક સાથે આપવાનું પ્રાંજલે કહેતા બેંક ખાતામાં ૩૧ લાખ ટ્રાન્સફર કરી ચૂકવ્યા હતા. જે નાણાં પ્રાંજલ જૈનને મળી ગયા તે બદલ લેટર પેડ ઉપર પેમેન્ટ રિસીપ્ટ આપી હતી. બાદ ગાડીની ડિલિવરી આપવાના બદલે માત્ર વચનો અપાયા હતા. જેથી સૌરભભાઇએ ઇન્ફીનીયમ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીધામ કચ્છની ગાડી નોંધાવ્યા અંગેની રિસીપ્ટ આપી તપાસ કરતા ૩૧ લાખ જમા થયા ન હોવાથી બંને લોકોએ રૂપિયા જમા ન કરાવી અંગત ફાયદા માટે વાપરી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.