ગાંધીધામ-અંજાર-અબડાસાથી માંડી સીમાવર્તી વીસ્તારોમાં ખળભળાટી :: કચ્છમાં પણ એટીએસનો પડાવ : ગુપ્ત તપાસ તેજ

0
47

એનઆઈએ-એટીએસની ટીમ કાસેઝમાં પણ ત્રાટકે : લા-સ્પીરીટ સિગારેટ સ્મગલીંગના કેસમાં ઝડપાયેલા મોબાઈલ મામલે ક્રોસ તપાસ કરશે તો આવા જ કોઈક દેશવિરોધી કૃત્યને લઈને પણ મોટા ખુલાસા થવાની સેવાય છે વકી : કારણ કે, જે ફેરબદલ થયા છે તે મુંદરાથી નીકળી કાસેઝમાં પહોચતા વચ્ચે જ થયા છે, એટલે સીગારેટ જ ઠલવાઈ તેની શુ ખાત્રી? આ કન્ટેઈનરમાં વિસ્ફોટક, આઈડીએકસ કે અન્ય કોઈ ઘાતક વસ્તુઓનહી ઉતરી હોય તે કેમ માની શકાય?

એનઆઈએ પણ અલાયદી રીતે તપાસ આદરતી હોવાની વકી

દેશવિરોધી  પ્રવૃતિઓ તથા આર્થીક રીતે નુકસાન પહોચાડી શકે તેવા તત્વો સામે રાજયવ્યાપી તપાસમાં સીમાવર્તી જિલ્લાનો પણ સમાવેશ : ગત રાતથી એટીએસની ટુકડીઓએ ગુપ્ત છાનબીન હાથ ધરી હોવાની ચર્ચા

ગાંધીધામ : અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ ભારતમાં ભાંગફોડ સર્જવાન ફિરાકમાં હોવાના ઈનપુટસની સાથે જ ભારતની કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે અને વિવિધ સરહદી વિસ્તારોમાં આ મામલે દરોડોનો દોર હાથ ધરી દેવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.

આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ જયારે એટીએસ દ્વારા ઈતિહાસનુ સૌથી મોટુ ઓપેરશન હાથ ધરાયુ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આ એટીએસ દ્વારા રાજયના જે ૧૩ જિલ્લાઓમાં પડાવ નખાયો હોવાની વાત સામે આવે છે તંમા કચ્છનો પણ સમાવેશ થવા પામી રહ્યો છે. જાે કે, તપાસ હિતાર્થે હાલતુરંત કચ્છમાં એટીએસની ટીમને સત્તાવાર સમર્થન મળવા પામતુ નથી પરંતુ એટીએસ દ્વારા ગઈકાલથી જ અહી પણ પડાવ નાખી દેવાયો છે અને અંજાર, અબડાસા તથા ભુજ તાલુકા સહિતના સરહદી વિસ્તારોમાંથી દેશવિરોધી પ્રવૃતીઓ કે પછી આર્થીક મસમોટા કૌભાંડો આચરનારા તત્વોને સાણસામાં લેવાઈ રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. એટીએસ ઉપરાંત એનઆઈએના અધિકારીઓની એક ટુકડી પણ કચ્છના સીમાડાઓ અલગથી ખુંદી રહી હોવાના અહેવાલો સામે આવવા પામી રહયા છે. એટીએસ અને જીએસટીની સંયુકત તવાઈમાં શું બહાર આવશે તે તો આવનારો સમય બતાવશે પરંતુ હાલમાં આ પ્રકારની સૌથી મોટી અત્યાર સુધીની કાર્યવાહીથી સીમાવર્તી કચ્છમાં ભાંગડોફ સર્જનાર તત્વોના મનસુબા પર પાણી જ ફરી વળ્યુ હોય તેમ દર્શાઈ રહ્યુ છે.