SIMI બાદ PFIનો કચ્છ પર પડછાયો? સુરક્ષા-ગુપ્તચર એજન્સીઓ કેમ અંધારામાં?

0
29

ટેરર ફડીંગ-લીંકના મુદ્દે દેશની સૌથી મોટી સુરક્ષા એજન્સી એનઆઈએ દ્વારા દેશવ્યાપી બોલાવાયેલી તવાઈમાં સરહદી કચ્છમાંથી પણ પીએફઆઈ સલગ્ન છાની હકરતો ધરાવતા શખ્સો મળી આવ્યાના અહેવાલો સમયે આલબેલ

એનઆઈએ શંકાસ્પદ અટકાયત કરેલા શખ્સોની કડક છાનબીન કરશે તો પૂર્વ કચ્છના ઐતિહાસીક નગરના અમૂક ફાર્મહાઉસોમાં થતી બેઠકો, જિલ્લા વડામથકથી રણોત્સવ તરફ જતા માર્ગ પર વિકસેલી અદ્યતન કેટલીક વાડીઓમાં થતી છાની પ્રવૃતિઓ સુધી રેલો લંબાયની ચર્ચા

આર્મીની આઈબી, બીએસએફની જી બ્રાન્ચ, રો, સીઆઈડી, રાજયપોલીસની આઈબી, સેન્ટ્રલ આઈબી, ડીઆરઆઈ, કસ્ટમની ગુપ્ત બ્રાન્ચ સહિતનાઓની એજન્સીઓના કચ્છવ્યાપી છે ધાડેધાડા છતા દેશહિતની માહીતીઓ આ પૈકીની કોઈ એજન્સીઓ ખોલતી હોય તેવુ જવલ્લે જ જોવા મળી રર્હ્યં છે…! આવુ કેમ?

ગાંધીધામ : ટેરર ફડીંગ અને લીંકના પગલે એનઆઈએ દ્વારા દેશભરમાં પાછલા થોડા સમયથી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડીયા એટલે કે પીએફઆઈ પર બરાબરની તવાઈ બોલાવી રહી છે. અને હવે તેનો રેલો ગુજરાત તથા પાકીસ્તાનને અડીને આવેલા કચ્છ જિલ્લામાં પણ પડયો હોવાની વિગતો બહાર આવવા પામી રહી છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તોટેરર ફડીંગ-લીંકના મુદ્દે દેશની સૌથી મોટી સુરક્ષા એજન્સી એનઆઈએ દ્વારા પાછલા એકાદ પખવાડીયાથી દેશવ્યાપી તવાઈ બોલાવવામાં આવી રહી છે અને હવે બીજા રાઉન્ડમાં ગુજરાત સુધી પીએફઆઈના તાર જોડાતા ખુલી રહ્યા છે.અહી નોધનીય છે કે, પીએફઆઈને સીમી જેવા પ્રતિબંધિત આતંકી સંગઠનનું નવુ સ્વરૂપ જ માનવામાં આવે છે અને સીમીની કડીઓ સરહદી કચ્છમાં તેના સક્રીય અસ્તિત્વ કાળ સમયે બહાર આવવા પામી જ હતી. નોધનીય છે કે, ભુકંપ વખતે પણ સફદર નાગોરી સહિતનાઓએ કચ્છમાં ધામા નાખી અને ખુદના નેટવર્ક મજબુત બનાવ્યા હોવાનુ બહાર આવવા પામી જ ચૂકયુ છે. સીમી બાદ હવે પીએફઆઈ જેવી સંસ્થાઓએ પગપેસારો કર્યો હોવાની ઘટના લાલબત્તીરૂપ જ કહી શકાય તેમ છે.છેવાડાના બનાસકાંઠાથી માંડી અને કચ્છમાં પણ પીએફઆઈ સલગ્ન કનેકશન હોવાની આશંકાએ તપાસ તેજ બની જવા પામી છે. પીએફઆઈ જેવા સંવેદનશીલ સંગઠનો સીમાવર્તી કચ્છમાં સક્રીય થઈ ગયા હોય અને અહી કાર્યરત દેશભરની અલગ અલગ એજન્સીઓને તેની ગંધ શુદ્ધા પણ ન આવે તો શું સમજવું? અહી જણાવી દઈએ કે, પાકીસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છમાં આર્મીની આઈબી, બીએસએફની જી બ્રાન્ચ, રો, સીઆઈડી, રાજયપોલીસની આઈબી, સેન્ટ્રલ આઈબી, ડીઆરઆઈ, કસ્ટમની ગુપ્ત બ્રાન્ચ સહિતનાઓની એજન્સીઓના ધાડેધાડ મુકવામાં આવ્યા છે છતા દેશહિતની માહીતીઓ કે ઈનપુટસ આ પૈકીની કોઈ એજન્સીઓ ખોલતી હોય તેવુ જવલ્લે જ જોવા મળી રહ્યુ છે…! આવુ કેમ? શું આ એજન્સીઓનું નેટવર્ક કચ્છમાં મીંડુ જ છે? શુ એજન્સીઓ પાસે કોઈ સોર્સ રહ્યા જ નથી? કે પછી એજન્સીઓને હવે દેશ-રાષ્ટ્રની સુરક્ષાના પ્રમાણમાં તેમને મળતી ગ્રાન્ટ સહિતમાં જ વધારે રસ રહેલો છે?આ બાબતે જિલ્લા સમાહર્તાએ ખરેખર કડકાઈ દાખવવી જોઈએ.
અને કચ્છમાં કાર્યરત એજન્સીઓને જિલ્લામાં જ ચાલી રહેલી સંદિગ્ધ પ્રવૃતીઓની કેમ ગંધ શુદ્વા પણ નથી આવતી? તેબાબતે કડક પુછાણાઓ લેવા જોઈએ. બીજીતરફ જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, એનઆઈએ શંકાસ્પદ અટકાયાત કરેલા શખ્સોની કડક છાનબીન કરશે તો પૂર્વ કચ્છના ઐતિહાસીક નગરના સીમાડાઓમાં કેટલાક ફાર્મહાઉસોમાં થતી બેઠકો, જિલ્લા વડામથકથી સીમાવર્તી ખાવડા તરફ જતા માર્ગ પર વિકસેલી અદ્યતન અમુક વાડીઓમાં થતી છાની પ્રવૃતીઓ સુધી રેલો લંબાઈ શકે તેમ મનાઈ રહ્યું છે.

અમદાવાદની જેમ શું કચ્છમાં પણ પીએફઆઈની રાજકીય કડી ચર્ચાશે ?

કચ્છમાં પણ અમુક તત્વો સંદિગ્ધ ગતિવીધીઓમાં રાજકીય ઝંડાઓ અને બેનર તથા બની બેઠેલા રાજકીય નેતાઓના સહારે કે પછી ધંધાકીય ભાગબટાઈઓ ગોઠવીને ભેદી હલચલ આદરતા ન હોતા ને ?

ગાંધીધામ : પીએફઆઈ પર ગઈકાલે એનઆઈએ દરોડા પાડયા બાદ ગુજરાતમાં તેની કડીઓ ખુલવા પામી હતી તેની સાથે જ પીએફઆઈની રાજકીય વિંગ એસડીપીઆઈ જેવી સંસ્થાઓની રાજકીય બેઠકમાં બે નેતાઓએ હાજરી આપી હોવાની વાત સામે આવવા પામી હતી. કચ્છમાં પણ હવે પીએફઆઈ સલગ્ન છાનબીન હાથ ધરાઈ છે અને અમુક શખ્સોની અટકાયાત કરાઈ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, શુ આ શખ્સોની પણ કચ્છમાં કોઈ રાજકીય કડીઓ ચર્ચામાં આવશે ખરી? કે પછી કોઈ રાજકીય શેહ અને ઓથ તળે આ શખ્સો દેશવિરેાધી વિચારધારાને સોશ્યલ મીડીયા પર વકરાવતા હતા? તેવુ ખુલશે ખરૂ?

કચ્છમાં ડબલ-એજન્ટ સોર્સને ઓળખવા જરૂરી

દેશવિરોધી પ્રવૃતીઓમાં ડબલ સોર્સ બની ફરનારાઓ દેખાય છે સૌથી વધુ ઘાતક

ગાંધીધામ : કચ્છ પાકીસ્તાનની સરહદને વાયુ, ભુમી, જળ સીમાઓ લાગુ પડતો જિલ્લો છે. તેની સુરક્ષા અને સલામતીમાં ચુક એટલે રાષ્ટ્રની સલામતી જોખમવા બરાબર જ બની રહે તેમ છે. હાલમાં પીએફઆઈ જેવા સંગઠનના તાર પણ કચ્છથી જોડાતા સામે આવવા પામી રહ્યા છે ત્યારે ખરેખર તો સૌ પ્રથમ ડબલ એજન્ટની ભૂમિકામાં જે શખ્સો રહેલા છે તેઓની સામે લાલઆંખ કરવાની જરૂર છે. હેરોઈન અને ડ્રગ્સના જથ્થાઓથી માંડી અલગ અલગ દેશહિતને જફા પહોચાડનારી પ્રવૃતીઓમાં વધતા ઓછા અંશે ડબલ એજન્ટો જ ભુંડિ ભૂમિકામાં રહેલા હોવાનુ મનાય છે.

કચ્છમાં PFIને લઈને જો અને તોના સવાલો..!

• પીએફઆઈ જેવી સંવેદનશીલ સંસ્થાથી સંકળાયેલ શખ્સો દેશવિરેાધી પોસ્ટ સોશ્યલ મીડીયા પર મુકતા હતા, દેશહિતને નુકસાન પહોચાડનારા વોટસગ્રુપમાં સક્રીય હતા, તો પણ કચ્છ બોર્ડર રેન્જની સાયબર ક્રાઈમની ટીમને કેમ ગંધ શુદ્ધા પણ આવી? – રાજકીય ઓથ તળે તો આવા સંગઠનમાં ગોઠવાયેલા શખ્સો નથી મારી રહ્યા ને સોગઠા? – રાજકીય રીતે જે કોઈ પણ આવા તત્વોની સાથે એકયા બીજી રીતે ધંધાકીય ભાગબટાઈમાં સંકળાયેલા હોય તેઓએ વેળાસર જ અંતર બનાવી લેવુ તેમની ખુદની કારકીર્દી માટે પણ કહેવાય સારૂ..? • કચ્છ બોર્ડર રેન્જની વિશેષ ટુકડી અને તેના અધિકારીઓ હવે તો ખનીજ-માટીચોરી-કોલસાચોરીને છોડીને દેશહિતને નુકસાન પહોચાડતી પ્રવૃતીઓ અટકાવવા આળશ ખંખરે..!

શું પીએમની પટના રેલીને નિશાન બનાવવાની તાલીમ કચ્છમાં યોજાઈ ગઈ?

કોણ કરશે આ બધી તપાસ? કયારે? : મુંબઈ-મહારાષ્ટ્ર, લખનૌ- આલાહઝરત-બરેલી, બિહાર-પ.બંગાલ સહિતમાં પીએફઆઈ સલગ્ન અથવા તો જોડાણ ધરાવતા કયા કયા સંગઠનો સીમાવર્તી જિલ્લામાં છે કાર્યરત? તે બધાયની
શું પ્રવૃતીઓ છે? તેના પર પણ ગોઠવવી જોઈએ બાઝ નજર :શું કનૈયાકુમારના હત્યારા સલગ્ન આતંકી જુથથી પ્રેરિત શખ્સોના પણ કચ્છમાં છે ડેરાતંબુ?

ગાંધીધામ : પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડીયા પર કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા પાંચ વર્ષ માટે પ્રતિબંધ જાહેર કરી દીધો છે અને હવે તેઓ કોઈ પણ પ્રકારના કાર્યક્રમો, સભા-રેલીઓ કરી શકશે નહી. બીજીતરફ આ સંસ્થાઓથી સીધા કે પરોક્ષ રીતે સંકળાયેલા શખ્સોની કડી ગુજરાત અને કચ્છ સુધી પણ લંબાઈ છે ત્યારે બીજીતરફ હવે રક્ષા વિશેષજ્ઞો દ્વારા એમ પણ ચર્ચાય છે કે, પીએફઆઈના નિશાને દેશના વડાપ્રધાન અને તેમની પટનાની રેલી હતી. આ રેલી દરમ્યાન તેઓ કોઈ ભાંગફોડ કરવાના હતા. ત્યારે જો અને તોના સમીકરણોને જોતા રક્ષાતજજ્ઞો તો એમ પણ ચર્ચા કરી રહ્યા છે કે, પીએફઆઈ સલગ્ન શખ્સો કચ્છમાં સોશ્યલ મીડીયા પર પોસ્ટ કરતા રહ્યા છતા સ્થાનિકની એજન્સીને ગંધ ન આવી તો, શું પીએમશ્રીની પટનાની રેલીમાં જે ભાંગફોડ સર્જાવવાની હતી તેની કેાઈ તાલીમ પીએફઆઈના સભ્યોને સીમાવર્તી કચ્છમાંથી તો નથી અપાઈને? આવો સવાલો પણ સહજ રીતે ઉદભવી રહ્યા છે. જેના જવાબો કચ્છમાં કાર્યરત સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ શોધવાજ ઘટે.