ગુજરાત ની નવરાત્રી ને યુનેસ્કો માં સ્થાન મળ્યા બાદ લંડન ની નવરાત્રી માં ગુજરાતીઓમાં થનગનાટ સાથે ગરબા ની રમઝટ

0
31

યુ.કે માં ભારત ના હાઈકમિશનર પરીવાર સાથે ખાસ ઉપસ્થિત રહી ને માતાજી ની આરતી નો લાભ લીધો

સુર, તાલ અને ઢોલ ના તાલે… ઇંગ્લેન્ડ પોલીસ પણ ગરબા લઈ ઝૂમી ઉઠ્યા

લંડન.તા.૧: સમગ્ર વિશ્વમાં
કોરોના ના કારણે છેલ્લા 2 વર્ષ દરમ્યાન સમગ્ર વિશ્વ માં વસતા ગુજરાતીઓ ખેલૈયાઓ ગરબા અને ગરબી થી વંચિત રહ્યા હતા,  ભારત જ્યારે વિશ્વગુરૂ તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાત ની નવરાત્રી ને યુનેસ્કો માં સ્થાન મળ્યું છે ત્યારે દેશ વિદેશ માં નવરાત્રિએ આ વખતે અનેરું આકર્ષણ જમાવ્યું છે.યુ.કે ની વાત કરીએ તો વર્ષો થી લંડન માં કચ્છી લેવા પટેલ સમાજ અને કચ્છી સોશિયલ કલ્ચર સોસાયટી દ્વારા નવરાત્રી નું મોટા પાયે આયોજન કરવામાં આવે છે…કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી લંડન દ્વારા જે નવરાત્રી યોજવામાં આવે છે તે યુરોપ ની સૌથી મોટી નવરાત્રી છે ત્યાં તમામ સમાજ ના ગુજરાતી ભાઈ- બહેનો ગરબા ની રમઝટ બોલાવે છે,  લાઈવ ગ્રાઉન્ડ રીપોર્ટ આપતાં  સમાજ ના પૂર્વ પ્રમુખ શ્રી. વેલજીભાઈ વેકરીયા એ જણાવ્યું હતું કેશનિવાર ની રાત્રી હોઈ લંડન ના જુદા જુદા વિસ્તારો માંથી ગરબા રમવા માટે મોટી સંખ્યા માં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા.આ પ્રસંગે યુ.કે માં ભારત સરકાર નું પ્રતિનિધિત્વ કરતાં હાઈ કમિશનર શ્રી & શ્રીમતી વિક્રમ કે દોરાઈસ્વામી,સાંસદશ્રીઓમાં બોબ બ્લેકમેન, ગેરેથ થોમસ બેરી ગાર્ડીનર સાથે કાઉન્સિલસ, સમાજ ના અગ્રણીઓ  વિનોદભાઈ હાલાઈ, હીરજીભાઈ કિંગ્સબરી ફ્રુટ્સ , અને કાંતિભાઈ પીંડોરીયા ને કચ્છી લેવા પટેલ સમાજ વતી સમાજ ના પ્રમુખ માવજીભાઈ વેકરીયા, સામાજીક કાર્યકર અને પૂર્વ પ્રમુખ શ્રી વેલજીભાઈ વેકરીયા એ આવકારી તેમનું સ્વાગત કર્યુ હતું, ઉપસ્થિત હાઈકમિશનર સહિત ના મહાનુભાવોએ માતાજી ની આરતી કરી હતી ,૨૫૦૦ થી વધારે લોકોએરાઉન્ડઅપ ગરબે ઘુમ્યા હતાજ્યારે કેન્ટન – કિંગ્સબરી ખાતે કચ્છ સોશિયલ કલ્ચર સોસાયટી દ્વારા યોજવામાં આવેલ ગરબી અંગે વિશે ખ્યાલ આપતાં લેડી ખેલૈયા કાંતાબેન પટેલ અને સ્થાનિક રામજીભાઈ વેલાણી એ જણાવ્યું હતું કે , સંગીત અને સુર સથવારે ઉમંગ ચડતાં પોતાની ડ્યુટી પર જ મહિલા અને પુરુષ પોલીસે ડ્રેસ માં જ ગરબા ના તાલે ઝૂમી ને ગરબા માં ઉત્સાહ ભેર લાભ લીધો હતો .નવરાત્રીના માં કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તે દ્રષ્ટિ એ સાવચેતી ના લઈ આયોજકોએ પોતાની રીતે તો સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની સાથે બ્રિટન સરકારે પણ આ હિન્દુ તહેવાર નવરાત્રી વચ્ચે ફરી કોઈ ઉપદ્રવ ન થાય તે હેતુથી કાર્યક્રમ સ્થળે પોલીસ સિક્યુરિટી ગોઠવી આપી પૂરતા પ્રમાણ માં સુરક્ષા ના પગલાં લીધેલ છે ઇંગ્લેન્ડની નવરાત્રિમાં પણ એવું જ થયું. માતાજીની આરતીનો ભ‌ક્તિમય માહોલ, પરંપરાગત રંગબેરંગી વેશભૂષામાં સજ્જ ગુજરાતીઓના રાસ અને ગરબાનો સ્થાનિક માહોલ જોઈને અતિ અનુશાસિત ગણાતા આ દેશના મહિલા અને પુરુષ પોલીસ અધિકારીઓ પણ સુરક્ષા બાબતે એટલા નિશ્ચિંત બન્યા કે પોતે પણ બધી ચિંતા છોડીને ગરબા રમવા લાગી ગયા હતા, આ નવરાત્રિ પ્રસંગે યુ.કે માં વસવાટ કરતાં દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભવો માં કાઉન્સિલરો, ડોક્ટરો, સોલિસ્ટિસ્ , ઉધોગપતિઓ, વેપારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.