દ્વારકા-પોરબંદર બાદ હવે કચ્છમાં આજે ડિમોલીશનની કાર્યવાહી

0
33

મોહાડી દરીયાકાંઠે પાંચ દબાણો દુર કરાયા : જખૌ જેટી આસપાસમાં પણ રહેલા દબાણોને તંત્ર કરશે દુરઃ અગાઉ નોટીસ પાઠવી દબાણો દુર કરવાની કરી હતી તાકીદ

દરીયાઈ વિસ્તારમાં દબાણો તો દુર થયા પરંતુ જો જો અમુક ઝબ્બાલેંઘાધારીઓ આવી જગ્યાઓ પર ડેરાતંબુ તાંણવા રાખી રહ્યા છે મલીન ડોળો : આવા તત્વો ફાવી ન જાય તેની તકેદારી રાખવી પણ જરૂરી

ગાંધીધામ : રાજયના દરીયાકિનારે ગેરકાયદેસર બાંધકામોની સામે રાજય સરકાર અને ગૃહવિભાગ દ્વારા બરાબરની તવાઈ બોલાવાઈ રહી છે. પ્રથમ પોરબંદર અને તે બાદ દ્વારકામાં મેગા ડ્રાઈવ ડીમોલીશન હાથ ધરવામા આવ્યા બાદ હવે આજે જખૌમા દરિયાઈ ક્ષેત્રમાં ગેરકાયદેસર દબાણો દુર કરવા તંત્ર પહોચ્યું છે.નોધનીય છે કે, સ્વેચ્છાએ અહીથી દબાણો દુર કરવા મામલે નોટીસો પાઠવાઈ હતી.