આદિપુરથી કાસેઝના રોડનું કરાયું ખાતમુહૂર્ત

0
29

ગાંધીધામના ધારાસભ્ય,ડીપીએ ચેરમેન, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા હાજર

ગાંધીધામ :  તાજેતરમાં જ આદીપુરથી કાસેઝને જાેડતા રોડનુ ધારાસભ્ય શ્રીમતી માલતીબેનના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યુ હતુ. ૬ઠ્ઠી ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ, શ્રીમતી. માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય-ગાંધીધામ એ શ્રી એસ.કે.મહેતાની હાજરીમાં મુન્દ્રા સર્કલ, આદિપુર પાસે રિંગ રોડ (પેરીફેરી રોડ) આદિપુર થી દ્ભછજીઈઢ ના કામના પ્રારંભ પ્રસંગે પૂજન કર્યું હતું. શ્રીમહેતા, ૈંહ્લજી, ચેરમેન-ડ્ઢઁછ; શ્રી નંદેશ શુક્લા,ઉપાધ્યક્ષ-ડીપીએ; શ્રીમતી. ઈશિતા તિલવાણી, પ્રમુખ-ગાંધીધામ નગરપાલિકા, શ્રી તેજા ભાઈકાનગડ, પ્રમુખ-ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય અધિકારીઓ સહિતનાઓ આ વેળાએ હાજર રહ્યા હતા.  ૬.૨૫ કરોડ, આદિપુરથી દ્ભછજીઈઢ સુધીના રીંગ રોડ (પેરીફેરી રોડ) નું બાંધકામ, ૭.૫ દ્ભસ્ લાંબો ટુ લેન રોડ, ટ્રાફિક અને ભુજ, અંજાર અને

આદિપુરને સીધો કંડલા દ્ભછજીઈઢ સાથે જાેડવાનો હેતુ પૂરો કરશે, જેનાથી અંતર અને સમય બનશે ઘટશે. ગાંધીધામના ટાગોર રોડ પર ટ્રાફિકની ભીડ નોંધપાત્ર રીતે ઘટશે અને ૪.૫ કિ.મી.નું અંતર પણ ઘટવા પામી જશે. આ  પ્રોજેક્ટ પૂર્ણ થવામાં અંદાજે ૯ મહિનાનો સમય લાગશે.  આ દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા હાથ ધરવામાં આવેલ અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ પૈકી એક છે, જે શહેરમાં લોજિસ્ટિક્સના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને કંડલા-ગાંધીધામ સંકુલની સામાન્ય જનતા માટે સુવિધાજનક બનશે.