રણ માર્ગે કચ્છમાં ઘુસાડાતો દારૂ આડેસર પોલીસે પકડ્યો

0
72

વરણું પાસે થયેલી કાર્યવાહીમાં દોઢ લાખના દારૂ સાથે ૬.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત

રાપર : વિધાનસભા ચૂંટણી આચારસંહિતાને લઈને ચેકપોસ્ટો પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવતું હોઈ બૂટલેગરોએ કચ્છમાં દારૂ ઘુસાડવા માટે રણ માર્ગ પસંદ કર્યો હતો. પરંતુ રણ વિસ્તારમાં પણ પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હોઈ કચ્છમાં દારૂ ઘુસે એ પહેલા જ ઝડપાઈ ગયો હતો. પોલીસવડા મહેન્દ્ર બગડિયા તેમજ ડિવાયએસપી સાગર સાંબડા, સીપીઆઈ જે.બી. બુબડિયાના માર્ગદર્શનમાં આડેસર પીઆઈ બી.જી. રાવલ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, ત્યારે વરણું ગામના રણના કાંઠા પાસે અંગ્રેજી દારૂના ચાલુ કટીંગ દરમિયાન રેડ કરીને બે ઈસમને ઝડપી લેવાયા હતા. જેઓ પાસે રહેલી ક્રેટા કાર નંબર જી.જે. ર૪ એક્યું ૦૦૧૮માંથી ૧.ર૧ લાખની ગ્રીન લેબલ વ્હીસ્કીની ર૭૬ બોટલ અને રપ હજારની કિંમતની ઓફિસર ચોઈસ ક્લાસીક વ્હીસ્કીની ૭ર બોટલ મળી કુલ રૂા. ૬,૭૧,૬૪૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે પાટણના રાધનપુર તાલુકાના નાની પીપળી ગામના પ્રકાશ વાલાભાઈ ઠાકોર અને જેઠાસરના આકાશ જયંતીભાઈ રાવલની ધરપકડ કરવામાં આવી હતી.