અદાણી ટોટલ ગેસના નાણાકીય વર્ષ-૨૩ના અર્ધ વાર્ષિક પરિણામ: સીએનજી સ્ટેશનો વધીને ૩૬૭, Steel Inch KMએ૧૦૦૦૦નો આંકવટાવ્યો: CNG વોલ્યુમમાં ૪૦%નો વધારો: કામકાજની આવક ૯૦ ટકાના ઉછાળા સાથે રુ.૨૩૦૧ કરોડ

0
27

ભારતની અગ્રણી સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL)એ  તા.૩૦ સપ્ટેમ્બર૨૦૨૨ના રોજ પૂરા થતા છ માસિક ગાળામાં કામકાજઅને નાણાકીય કામગીરીના પરિણામોની આજે ઘોષણા કરી છે.અદાણી ટોટલ ગેસના સીઈઓ શ્રી સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે કંપનીએ તેના તમામ ભૌગોલિક વિસ્તારોમાં સવા છ લાખ  PNGના ઘરેલું જોડાણના આંકને વટાવીને, ૧૦,૦૦૦ ઇંચ-કિમી સ્ટીલ પાઇપલાઇન બિછાવવાનું કામ પૂૂર્ણ કરીને PNGનો પુરવઠો  ૬,૦૮૮ વ્યવસાયો અને ઉદ્યોગો સુધી વધારતા તેના તમામ ભૌગોલિક વિસ્તારોમાં બેકબોન CGD ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર રીતે વધારવા અને તેમાં સંપૂર્ણ જોમ અને સ્થિતિસ્થાપકતા સાથે રોકાણ કરવાનું  ચાલુ રાખ્યું છે પરિણામે કંપની ૩૬૭ સ્ટેશનો સુધી CNG ફૂટપ્રિન્ટ વધારશે,”મુખ્યત્વે ભૌગોલિક રાજકીય પરિબળો તેમજ સમગ્ર વિશ્વમાં પુરવઠાની અછતને કારણે નોંધપાત્ર રીતે ઊંચા ઇનપુટ ગેસના ભાવો સાથે CGD ઉદ્યોગ પડકારજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. વોલ્યુમમાં વૃદ્ધિને કારણે આવા પડકારોનો સામનો કરતા રહીને અર્ધવાર્ષિક ધોરણે અમારો EBITDA જાળવી રાખવામાં અમે સફળ  રહ્યા છીએ. આ પડકારો ટૂંકા ગાળા માટે છે એવું અમે માનીને અમે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીએ છીએ તે આવનારી પેઢીઓ માટે છે તેથી અમે રાષ્ટ્ર સાથે ગેસ-આધારિત અર્થકારણ તરફની તેની યાત્રામાં આગળ વધવાનું ચાલુ રાખ્યું છે.

વિત્ત વર્ષ ૨૦૨૩ના પ્રથમ છ માસનો અહેવાલ (Y-o-Y)

  • માંગમાં વધારા સાથે નવા CNG સ્ટેશન્સ ઉમેરાવાના કારણે CNG વોલ્યુમમાં૪૦%Y-o-Y નો વધારો નોંધાયો
  • અમારા સપ્લાયરો તરફથી ગેસના પુરવઠામાં કાપ મૂકાતા અને ગેસના ભાવો ઉંચા રહેવાના પરિણામે PNG વોલ્યુમમાં૩%નો Y-o-Yઘટાડો
  • વેચાણોની કીંમતમાં વધારો અને વેચાણમાં વૃધ્ધિના કારણે આવકમાં ૯૦% વધારો
  • CNG અને ઘરેલું PNG ક્ષેત્ર માટે APM કિંમત UBP કિંમત સાથે બદલવાના કારણે તથા ઔદ્યોગિક અને વાણિજ્યિક સેક્ટર માટે મેળવવામાં આવતા R-LNGની કિંમતમાં વધારાના કારણે ગેસની કિંમત ૧૭૦% વધી છે
  • ગેસના ઊંચા ભાવો છતાં ATGL એ કિંમત નિર્ધારણ વ્યૂહરચના દ્વારા માપાંકિત રસ્તો અપનાવ્યો હોવાના પરિણામે તેની એકંદર વોલ્યુમ વૃદ્ધિ અને Y-o-Y ધોરણે રુ. ૪૬૪ કરોડનો EBITDA જાળવી રાખ્યો.હતો.
  • કંપનીએ ગેસના ભાવમાં અસ્થિરતાની અસરને ઘટાડવા માટે
  • કાર્યક્ષમ ગેસ સોર્સિંગ મેળવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો

અદાણી ટોટલ ગેસ લિ.

અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્ક વિસ્તારતી અને ઔદ્યોગિક, કોમર્શિયલ, ઘર વપરાશના ગ્રાહકોને  પાઈપ્ડ નેચરલ ગેસ  (PNG) પૂરો પાડતી તથા ટ્રાન્સપોર્ટ સેક્ટરને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) પૂરો પાડતી ભારતની અગ્રણી ખાનગી કંપનીઓ પૈકીની એક છે. ૧૪ ભોગોલિક વિસ્તારો માટે અધિકાર પ્રાપ્ત થયો તે પહેલાં 38 ભૌગોલિક વિસ્તારોને ગેસ વિતરણના મેન્ડેટ અનુસાર તે ભારતની 8 ટકા વસતિને સર્વિસ પૂરી પાડી રહી  છે. એનર્જી મિક્સમાં નેચરલ ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં ATGL નોંધપાત્ર ભૂમિકા બજાવે છે. ૫૨ ભૌગોલિક ક્ષેત્રો પૈકી 3૩ ભૌગોલિક ક્ષેત્રો માટે અધિકૃત અદાણી ટોટલ ગેસ લિ. સંચાલન કરે છે અને બાકીના ૧૯નું સંચાલન અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ની 50:50 ટકાનું સંયુક્ત સાહસ ઈન્ડિયન ઓઈલ- અદાણી ગેસ પ્રાઈવેટ લિમિટેડ (IOAGPL) કરે છે.વધુમાં ATGL એ તેના ઈ-મોબિલિટી અને બાયોમાસ બિઝનેસ માટે   સંપૂર્ણ માલિકીની બે પેટાકંપનીઓ અનુક્રમે અદાણી ટોટલએનર્જીસ ઈ-મોબિલિટી લિમિટેડ (ATEEL) અને અદાણી ટોટલએનર્જીસ બાયોમાસ લિમિટેડ (ATEBL) ની રચના કરી છે.