અદાણી મેડિકલ કોલેજના રાજ્યકક્ષાની એનાબાયોસિસ ક્વિઝ સ્પર્ધા યોજાઇ

0
19

૧૦ કોલેજના ૭૦ વિદ્યાર્થીઓ ૨૧ ટીમ બનાવી સ્પર્ધામાં ભાગ લીધો : અમદાવાદ બી. જે. મેડિકલ કોલેજ પ્રથમ જ્યારે અદાણી મેડિકલ કોલેજ બીજા અને ત્રીજા નંબરે

ભુજ : અદાણી મેડિકલ કોલેજમાં એનાટોમી અને બાયો-કેમેસ્ટ્રી વિભાગ અંતર્ગત ‘એનાબાયોસિસ ૨૨’ રાજ્યની જુદી જુદી ૧૦ મેડિકલ કોલેજ વચ્ચે આંતરરાજ્ય ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી. જેમાં ૧૦ કોલેજના ૭૦ મેડિકલ વિદ્યાર્થીઓ જાેડાયા હતા અને તેમણે ૨૧ ટીમ બનાવી હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. આખો દિવસ ચાલેલી આ સ્પર્ધાને અંતે અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ પ્રથમસ્થાને જ્યારે અદાણી મેડિકલ કોલેજ બીજા અને ત્રીજાસ્થાને રહેતા તેમને ઇનામો અપાયા હતા. પ્રારંભમાં એનાટોમી વિભાગના હેડ અને આસી. ડીન ડો. સાગ્નિક રોયે આવકાર ઉદબોધનમાં ક્વિઝ સ્પર્ધાની વિગતો આપી હતી.

આ પ્રસંગે હોસ્પિટલ મેડિકલ એડમીનના ચીફ ડો. કર્નલ રાજેશ નાયરે કહ્યું કે, એનાબાયોસિસ ક્વિઝ સ્પર્ધામાં જેમને શરીર રચના અને તેની જીવરસાયણ પદ્ધતિનું ઉડું જ્ઞાન હોય તેમનું તબીબી જ્ઞાન ઉત્કૃસ્ટ બને છે. કોલેજના બાયો-કેમેસ્ટ્રી વિભાગના હેડ ડો. અમિત મહેશ્વરી, પેથોલોજી વિભાગના હેડ ડો. ધનેશ્વર લાંજેવર,આસી. ડીન ડો. પારસ પારેખ, ઈ.એન.ટી. વિભાગના ડો. અજિત ખીલનાની તેમજ ફિજીઓલોજી વિભાગના હેડ ડો. હિતેશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્પર્ધામાં અદાણી મેડિકલ કોલેજ સાથે અમદાવાદ બી.જે. વડોદરા, જામનગર, દાહોદ, સુરત, સીલવાસા, પારૂલ યુનિવર્સિટી વગેરેના વિદ્યાર્થીઓ જાેડાયા હતા. ભુજ કોલેજની ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો સફળ આયોજન ક્વિઝ માસ્ટર ડો. નિવેદિતા રોય અને એનાટોમી અને બાયો-કેમેસ્ટ્રી વિભાગના પ્રધ્યાપકોએ કર્યું હતું. આભારવિધિ એનાટોમી વિભાગના ડો. સચિન પાટિલે કરી હતી.