અદાણી ગ્રુપની અંબુજા સિમેન્ટને ઈએસજી ઈન્ડિયા લીડરશીપ એવોર્ડ મળ્યો

0
41

જળ કાર્યક્ષમતા, ગ્રીન હાઉસ વાયુના ઉર્ત્ષજનને અટકાવવા તેમજ પર્યાવરણની શ્રેષ્ઠ કામગીરી બદલ મળી સિદ્ધિ

ગાંધીધામ : અદાણી સિમેન્ટના સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સ આર્મ અને અદાણી ગ્રૂપનો ભાગ અંબુજા સિમેન્ટ્‌સ લિમિટેડને જળ કાર્યક્ષમતા, ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને અટકાળવા અને પર્યાવરણલક્ષી કરેલી પહેલો માટે ઈએસજી ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્‌સ ૨૦૨૨ આપાયો છે.

કંપની તેના વ્યવસાયોને આબોહવા સંરક્ષણ, પરિપત્ર અર્થતંત્ર, ઓછા કાર્બન પ્રોડક્ટ્‌સ બનાવવા, સ્વચ્છ ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરી ટકાઉપણાના સિદ્ધાંતો આધારિત સીએસઆર પ્રોગ્રામ દ્વારા વિવિધતા અને વહેંચાયેલ મૂલ્યો સાથે ઈએસજી ફૂટપ્રિન્ટને વધારવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. રાષ્ટ્ર નિર્માણના અમારા ભાવિ લક્ષ્ય માટે તે એક આવશ્યક પગલું છે. કંપની સ્પર્ધાત્મકતાને મજબૂત કરી ર્નિણય લેવામાં સામાજિક અને પર્યાવરણીય વિચારણાઓ સુનિશ્ચિત કરે છે.

અંબુજા સિમેન્ટ્‌સ પાસે ટકાઉપણાં માટે એક વિશિષ્ટ અભિગમ છે, જે તેને સમાજ અને પર્યાવરણમાં સર્જાતી અસરને માપવામાં સક્ષમ બનાવે છે. કંપનીના વ્યાપાર અને તે મુજબની ક્રિયાઓને માપાંકિત કરવામાં પણ તે મદદ કરે છે. કંપનીએ ૨૦૩૦ કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો વિકસાવ્યા છે જે વિજ્ઞાન આધારિત પહેલ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. તદુપરાંત કાર્બન ડિસ્ક્લોઝર પ્રોજેક્ટ, ભારતના એસબીટીઆઈ ઇન્ક્યુબેટર પ્રોગ્રામ સાથે ડીકાર્બોનાઇઝેશન રોડમેપ પણ અમલમાં મૂક્યો છે. અંબુજા સિમેન્ટ્‌સ વૈશ્વિક સ્તરે એવી પ્રથમ સિમેન્ટ કંપની છે જેનું નામ જળ સુરક્ષા માટે સીડીપી ૨૦૨૧એ યાદીમાં સામેલ છે. તેના ભઠ્ઠાઓ પર પ્લાસ્ટિકના કચરાના સહપ્રક્રિયા દ્વારા ૮ ગણું પોઝીટીવ પાણી અને ૨.૫ ગણું નેગેટીવ પ્લાસ્ટિક છે.

સિમેન્ટ બિઝનેસ એન્ડ અંબુજાના સીઇઓ અજય કપૂરે જણાવ્યું હતું કે, ઈએસજી ઇન્ડિયા લીડરશીપ એવોર્ડ્‌સ ૨૦૨૨માં અમારા ટકાઉપણાની કામગીરીના અભિગમને નવાજયા છે. કંપનીએ સમાજ અને પર્યાવરણ માટે ટકાઉ ઉકેલો લાવવા ઉદ્યોગના બેન્ચ માર્ક સેટ કર્યા છે. મહત્વાકાંક્ષી લો કાર્બન ઇકોનોમી મોડલ અને પાણીની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાનું યથાવત્‌ રાખીશું. અંબુજા સિમેન્ટ્‌સે ઉર્જા સ્ત્રોત માટે તેની મૂલ્ય શૃંખલામાં વ્યૂહાત્મક પહેલો હાથ ધરી છે અને ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટેની સ્વયંક્ષમતા વિકસાવી રહી છે. તેમાં વેસ્ટ હીટ રિકવરી સિસ્ટમ્સ, રિન્યુએબલ એનર્જી, ક્લિંકર ફેક્ટર રિડક્શન, ઉર્જા કાર્યક્ષમતા (થર્મલ અને ઈલેક્ટ્રીકલ) અને વૈકલ્પિક ઈંધણ સહિત કચરામાંથી મેળવેલા સંશાધનોનો સમાવેશ થાય છે. કંપનીની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ્‌સમાંની એક, અંબુજા કવચ અંતર્ગત જળચરના લક્ષણો ધરાવતુ ઉત્પાદન છે, જેને સોલર ઇમ્પલ્સ ફાઉન્ડેશન ફોર ગ્રીન બિલ્ડીંગ સોલ્યુશન્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે.