અદાણી ફોઉન્ડેશન દ્વારા મોરબી દુર્ઘટનામાં છત્રછાયા ગુમાવનાર બાળકો માટે ૫ કરોડનો થાપણ રૂપે અનુદાન

0
86

ઘર ધર રમતા પળમાં કોઇ પૂર્વજ થઇ પૂજાય,માણસ જેવો માણસ ક્ષણમાં ધૂમાડો થઇ જાય…એ કાંઇ જેવી તેવી વાત નથી અદાણી ફોઉન્ડેશનનો મોરબીના માસૂમ બાળકો માટે જીવાદોરી બનવા પ્રયાસ

ગાંધીનગર ૧૦ નવેમ્બર, ર૦રર, મોરબીના ઝૂલતા પુલની કમનશીબ દુર્ઘટનામાં માતાના ગર્ભમાં ઉજરી રહેલા એક બાળક સહિત ર૦ ભૂલકાઓ કે જેઓએ માતા- પિંતા કે કોઇ એકને ગુમાવ્યા છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના એક પ્રયાસના ભાગરુપે અદાણી ફાઉન્ડેશન દ્રારા થાપણના સ્વરુપમાં રુ.પાંચ કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર રેકોડ અનુસાર સાત બાળકોએ આ દુર્ઘટનામાં તેમના માતા અને પિતા ગુમાવતા અનાથ બન્યા છે અને ૧ર બાળકો એવા છે કે જેમણે મા-બાપ પૈકી કોઇ એકને ગુમાવ્યા છે. અદાણી ફાઉન્ડેશન મોરબી જિલ્લા વહોવટી તંત્ર સાથે આ તમામ બાળકો તેમજ પુલની આ દૂ્ભગ્યપૂર્ણ ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગભાં મહિલાની કૂખમાં ઉંજરી રહેલ બાળક માટે પણ રુ.રપ લાખની થાપણ ઉભી કરવા માટે સંકલન કરી રહયું છે. મોરબીની મચ્છુ નદી ઉપર ૧૮૮૦માં બાંધવામાં આવેલો એતિહાસિક ઝૂલતો પુલ ગત તા. ૩૦મી ઓકટોબર, ર૦રરની સાંજે ધરાશાયી થયો ત્યારે ઓછામાં ઓછા૧૩૫ લોકોએ તેમની મહામૂલી જીંદગી ગુમાવી છે અને ૧૮૦થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ જી અદાણીએ જણાવ્યું હતું કે, “અમે મહામૂલી જીંદગીનો ભોગ લેનાર આ કમનશીબ ઘટનાથી અતિ વ્યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના પ્રચંડ દદમાં અમારી સંવેદના વહેચીએ છીએ.” “સૌથી વધુ ગંભીર રીતે અસરગ્રસ્તોમાં નાના બાળકો છે, જેમાંથી ઘણાને અદાણી ફોઉન્ડેશન દ્વારા મોરબી દુર્ઘટનામાં છત્રછાયા ગુમાવનાર બાળકો માટે ૫ કરોડનો થાપણ રૂપે અનુદાન ઘર ધર રમતા પળમાં કોઇ પૂર્વજ થઇ પૂજાય,માણસ જેવો માણસ ક્ષણમાં ધૂમાડો થઇ જાય…એ કાંઇ જેવી તેવી વાત નથી અદાણી ફોઉન્ડેશનનો મોરબીના માસૂમ બાળકો માટે જીવાદોરી બનવા પ્રયાસ હજુ સુધી કહેવામાં આવ્યું નથી કે તેમના માતા અથવા પિંતા અથવા બંને માતાપિતા ક્યારેય ઘરે પાછા ડરશે નહોં. આ મહા મુશ્કેલીની ઘડીમાં આ બાળકોના વિકાસ, તેઓને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય અને પરિપૂર્ણ જીવન જીવવાનું સાધન ઉપલબ્ધ થાય તે માટે જે કંઈ કરી શકોએ તે આપણે સુનિશ્ચિત કરવાનું છે. આથી જ અમે તેઓને તેમના વિકાસના વર્ષોમાં જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવા માટે ઠંડ સ્થાપવાનું
નક્કી કયું છે.” અદાણી ફાઉન્ડેશન રાહત કામગીરીના પ્રયાસોની દેખરેખ રાખતા સત્તાવાળાઓ સાથેના પરામશંમાં રહી ર૦ બાળકો માટે ચોકક્સ ભંડોળ સુરક્ષિત ડિક્સ ડિપોઝિટમાં મૂકશે જેથી તેઓની જરૂરિયાતોને ટેકો આપવા માટે વ્યાજની રકમ અકબંધ રહે. આ સંદભંમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી વસંતભાઇ ગઢવીએ મોરબીના જિલ્લા કલેક્ટર શ્રી ને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપ્રત કર્યો હતો.૧૯૯૬ માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશન એ વિશ્વમાં સૌથી વધુ લોકો સુધી  પહોંચતી સામાજિક સહાય કરતી સંસ્થાઓ પૈકીનું એક છે લોકોના સર્વાગી ઉત્થાન માટેના શ્રેણીબધ્ધ કાર્યક્રમો ધરાવતું અદાણી ફાઉન્ડેશન સમગ્ર ભારતના ૨,૪૦૯ ગામડાઓમાં ૩.૭ મિલિયન લોકોને આવરી લે છે. તે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, કૌશલ્ય વિકાસ, ટકાઉ આજીવિકા વિકાસ અને ગ્રામીણ માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બાળ પોષણ અને મહિલાઓના સશક્તિકરણ માટેના વિશેષ પ્રોજેક્ટ્સની શ્રેણીને સઠયોગ આપે છે.