હેલ્થકેર સમિટમાં અદાણી ફાઉ. પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. અદાણી ફાઉન્ડેશન પ્રદત્ત આરોગ્ય સેવાઓનું સન્માન,ASSOCHAM એવોર્ડ્સમાં મળ્યું મોખરાનું સ્થાન

0
34

અદાણી ફાઉન્ડેશનના કોમ્યુનિટી હેલ્થ પ્રોજેક્ટને એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM) એવોર્ડ્સમાં ટોચનું સ્થાન પ્રાપ્ત થયું છે. નવી દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમાં આ પ્રોજેક્ટને હેલ્થકેર કેટેગરીમાં બેસ્ટ CSR એક્સેલન્સમાં રનર-અપ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 12 ઓક્ટોબરે ASOOCHAMદ્વારા નવી દિલ્હી ખાતેઆયોજીત હેલ્થકેર સમિટમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મુન્દ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશનની ટીમ વતી સિનીયર પ્રોજેક્ટ ઓફિસર મનહર ચાવડા અને ડોક્ટર ઇન કોમ્યુનિટી હેલ્થ પ્રોજેક્ટ મુકેશ પરમારેઆસન્માન સ્વીકાર્યુ હતું.મુખ્ય મહેમાન એવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાઅધિક સચિવરોલી સિંહ તેમજએસોચેમ હેલ્થકેર કાઉન્સિલનાકો-ચેરપર્સન અને યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરપર્સન ડૉ. ઉપાસના અરોરાના હસ્તે આ હેલ્થકેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ પુરી પાડવી એ જાહેર અને ખાનગી ક્ષેત્રની સહિયારી જવાબદારી છે. એસોચેમની હેલ્થકેર સમિટ અને એવોર્ડ્સનોઉદ્દેશ દેશમાં આરોગ્યસેવાઓને ગુણવત્તાયુક્ત, સુલભ અને બધાને પરવડે તેવીબનાવવાનો છે.આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ઉદ્યમીઓએઆજના સમયની જરૂરિયાત પ્રમાણે પોષણક્ષમ આરોગ્યસંભાળ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. અદાણી ફાઉન્ડેશન સ્વાસ્થ્ય સેવાઓને સુનિશ્ચિત કરવા છેવાડાના વિસ્તારોમાં સેવાઓ પહોંચાડી રહ્યું છે.

અદાણી ફાઉન્ડેશનનાપંકતિ શાહ જણાવે છે કે”મુન્દ્રામાં આરોગ્યલક્ષી સેવાઓમાંકરેલા પ્રયાસો બદલ મળેલ આ એવોર્ડ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. એક સ્વસ્થ રાષ્ટ્ર જ સમૃદ્ધ વિકાસ સાધી શકે છે, અમારીટીમ હોસ્પિટલો અને વિવિધ આરોગ્ય સેવાઓ થકી લોકોને ઉત્કૃષ્ટ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે”

કચ્છમાં અદાણી ફાઉન્ડેશને આરોગ્યલક્ષી કાર્યક્રમ હેઠળ અનેક નવીન સેવાઓ આરંભી છે. જેમાંવંચિતો, કુપોષિત બાળકો, મહિલાઓ, કિડનીની સમસ્યાથી પીડિત લોકો અને વૃદ્ધોને સ્વાસ્થ્ય જરૂરિયાતો પૂરી પાડવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે. ફાઉન્ડેશન દ્વારા”હેલ્થ ફોર ઓલ” અંતર્ગત મોબાઈલ હેલ્થ કેર યુનિટ્સ, રૂરલ ક્લિનિક્સ, સ્પેશિયલ ઈનોવેટિવ પ્રોજેક્ટ્સ જેવા કે, કુપોષણ સામેની લડત, ડાયાલિસિસ પ્રોજેક્ટ અને આરોગ્ય સંબંધિત વિવિધ શિબિરો ચલાવવામાં આવે છે.

અદાણી ફાઉન્ડેશન વિશે

1996માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશન આજે 16 રાજ્યોમાં વ્યાપક કામગીરી ધરાવે છે, જેમાં દેશના 2,409 ગામડા અને શહેરોનો સમાવેશ થાય છે. સંસ્થામાં તજજ્ઞોની ટીમ નવીનતા, લોકભાગીદારી અને સહયોગને મૂર્ત સ્વરૂપ આપવાના અભિગમ સાથે કામ કરે છે. 3.70 મિલિયનથી વધુ લોકોના જીવનને સ્પર્શતા અને ચાર મુખ્ય ક્ષેત્રો – શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, ટકાઉ આજીવિકા, વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને સામાજને સમૃદ્ધ બનાવવા તરફ જુસ્સાપૂર્વક કામ કરે છે. અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે.