અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત મુન્દ્રાની અદાણી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીની સિદ્ધિ દેશના કુલ બે લાખ વિધાર્થીઓ માંથી મુન્દ્રાના વિધાર્થીની પસંદગી થવા પામી.

0
49

અદાણી પબ્લિક સ્કૂલ, મુન્દ્રા ના તેજસ્વી છાત્ર આદિત્ય ગુપ્તાએ 2022 માં લેવાયેલ જેઇઇ એડવાન્સની પરીક્ષા માં 4,352 મો રેન્ક પ્રાપ્ત કરી આઇ.આઇ.ટી ખડગપુર માં મિકેનિકલ એન્જિનિયરિંગ (ડ્યુઅલ ડીગ્રી બી.ટેક. એમ.ટેક.) માં એડમિશન મેળવી શાળાનું તેમજ તેમના પરિવારનું ગૌરવ વધારેલ છે.આદિત્ય ગુપ્તાએ જેઇઇ મેઇન્સની પરીક્ષામાં સમગ્ર ભારતમાં 99.35 પર્સેન્ટાઇલ સાથે 5,925 મો રેન્ક મેળવ્યો હતો તેમજ ધોરણ 12 સાયન્સ ની સીબીએસસી દ્વારા લેવાયેલ બોર્ડની પરીક્ષામાં પણ 95.6% પ્રાપ્ત કર્યા હતા.શાળાના શિક્ષકોના જણાવ્યા અનુસાર આદિત્ય શરૂઆતથી જ ભણવામાં હમેશા આગળ રહેતો અને સાથે જ અએનસીસી તેમજ અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેતો. તેઓને વિશ્વાસ હતો કે પોતાની આવડત, બુદ્ધિશક્તિ તેમજ સ્વયંશિસ્તના બળે આદિત્ય જરૂરથી આઇઆઇટીમાં એડમિશન મેળવશે.પ્રત્યેક વર્ષે લાખો વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અભ્યાસ માટે શ્રેષ્ઠ ગણાતી આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાના સપના સાથે જેઇઇની પરીક્ષા આપતા હોય છે તેવા સમયે કચ્છની શાળામાં અભ્યાસ કરતા આદિત્ય ગુપ્તાએ પ્રાપ્ત કરેલ સિદ્ધિ પ્રશંસનીય છે. પોતાની સિદ્ધિનો યશ પોતાના માતા-પિતા તેમજ શાળાના શિક્ષકોને આપતા આત્મવિશ્વાસથી સભર આદિત્ય કહ્યું હતું કે નિયમિત અભ્યાસ અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. નક્કી કરેલા લક્ષ્ય પાછળ ખંતપૂર્વક પરિશ્રમ કરવામાં આવે તો અવશ્ય સફળતા સાંપડે છે.આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીનાં અદ્વિતીય શૈક્ષણિક પ્રદર્શન બદલ અદાણી ફાઉન્ડેશન ના ચેરપર્સન ડો. (શ્રીમતી) પ્રીતિ જી. અદાણી, ડીરેક્ટર શ્રી વસંતભાઇ ગઢવી, અદાણી ફાઉન્ડેશન ના એજ્યુકેશન હેડ, શ્રી જ્યોર્જ થોમસ, અદાણી પોર્ટનાં ડાયરેક્ટર શ્રી રક્ષિત શાહ, તથા અદાણી ફાઉન્ડેશન ના મુન્દ્રા ના હેડ શ્રીમતી પંક્તિ શાહ તેમજ શાળા ના મેનેજમેન્ટ કોર્ડીનેટર શ્રીમતી અમી શાહ તથા શાળાના આચાર્યશ્રી સંજય મહેતાએ શાળા સ્ટાફ વતી આદિત્યને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.