અંજાર દારૂના ગુનામાં ૪ મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

0
34

ભુજ : સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી રાજસ્થાનના ચૌરા ગામનાં પ્રકાશ શેતાનારામ સાહુ નામનાં શખ્સને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી સામે અંજાર પોલીસ સ્ટેશનમાં અંગ્રેજી દારૂનો ગુનો નોંધાયો હતો. ચારેક મહિના પહેલા રૂા.૧,૫૧,૭૩૦ની અંગ્રેજી દારૂની ૧૪૬ બોટલો સાથે કુલ રૂા.૧૬,૫૬,૭૩૦નો મુદામાલ ઝડપાયો હતો અને તરૂણ ઉર્ફે ટીચકુ ધનરાજ રતવાણી તથા જીતુ ગાંગજી મહેશ્વરી ઝડપાયા હતા. જ્યારે આ પ્રકાશ નાસતો ફરતો હતો.