મુંબઈના કલ્યાણમાં અકસ્માતે કચ્છી પરિણીતાનું મૃત્યુ

ભુજ : મુંબઈના કલ્યાણમાં રહેતી ૩૦ વર્ષિય કચ્છી પરિણીતા પોતાના દિયર સાથે ટુ વ્હીલર પર જતી હતી તે દરમ્યાન કલ્યાણ-પડઘા રોડ પર વરસાદને કારણે પડેલા એક ખાડામાં પાણી ભરેલું હતું. જેના કારણે મોટર સાયકલનું ટાયર ખાડામાં ઘૂસતા અકસ્માતે પરિણીતા નીચે પટકાતા મોત નિપજયું હતું.મુંબઈના કલ્યાણ (વેસ્ટ)માં રુતુ રિવર વ્યુ ક્લાસિક સોસાયટીમાં રહેતી ૩૦ વર્ષની દિવ્યા કટારિયા (ભાનુશાલી) ૨૩ જૂને સાંજે દિયર અર્જુન ભાનુશાલી સાથે વૅક્સિન લેવા મોટરસાઇકલ પર કલ્યાણ ફોર્ટીસ હૉસ્પિટલમાં જઈ રહી હતી. તે દરમ્યાન વરસાદને કારણે કલ્યાણ-પડઘા રોડ પર પડેલા ખાડાને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ તેમને સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં, પણ ઇલાજ દરમ્યાન દિવ્યાનું મૃત્યુ થયું હતું.