ભચાઉના કોલિયાસરીમાંથી સગીરાનું અપહરણ

0
49

ભચાઉ : તાલુકાના ભવાનીપર પાસે આવેલા કોલિયાસરી સીમ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થઈ જતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ભોગ બનનારના પિતાએ જણાવ્યું કે, આરોપી ગામનો જ વિનોદ ઉર્ફે જિગર પ્રેમજી કોલી ફરિયાદીની સગીરવયની ૧૭ વર્ષની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદ ઈરાદાથી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો. જે સંદર્ભે ફરિયાદ દાખલ થતા પીઆઈ એન.એન. ચૂડાસમાએ તપાસ હાથ ધરી છે.