અબડાસા બેઠક કોંગ્રેેસ પાર્ટીનો ફરી ગઢ બનશે : મામદ જુંગ જત

0
43

અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું : કાર્યકર્તા મિલનમાં સમર્થકોએ વ્યક્ત કર્યો વિજયનો વિશ્વાસ

નલિયા : અબડાસા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મામદ જુંગ જતે આજે પોતાનું ઉમેદવારી પત્રક દાખલ કર્યું હતું.કચ્છી રાજપૂત સમાજવાડી ખાતે સવારે કાર્યકરો સાથે બેઠક કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર મામદ જુંગ જતે આગામી વિધાનસભા ચૂંટણીમાં અબડાસા બેઠક ફરી એક વખત કોંગ્રેસનો ગઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને મતદારો સુધી લઇ જઈ પ્રચાર કાર્યમાં લાગી જવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી. જનસભામાંં કોંગ્રેસના આગેવાનોએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને અબડાસા બેઠક પર વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સંમેલન બાદ બહોળી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવાર મામદભાઈ જત નલિયા પ્રાંત કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કરી વિધિવત ઉમેદવારી નોંધાવી હતી.અબડાસા પ્રાંત કચેરી ખાતે ફોર્મ સુપરત કરાયો ત્યારે ઉમેદવાર મામદ જુંગ જતની સાથે કિશોરસિંહ જાડેજા, એડવોકેટ અમીરઅલી લોઢિયા, પી.સી. ગઢવી, રામદેવસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. આ પ્રસંગે જાડેજા અજીતસિંહ, રાજસ્થાન ધારાસભ્ય અમીનખાન નોડે, કેબીનેટ મંત્રી સાલેમહંમદ, જિલ્લા પંચાયત સદ્દસ્ય તકીશા બાવા, માજી ધારાસભ્ય ઈબ્રાહીમભાઈ મંધરા, ઈકબાલ મંધરા, પૂર્વ ચેરમેન બાંધકામ કિશોરસિંહ જાડેજા, જિલ્લા પંંચાયત સુરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ મહામંત્રી રામદેવસિંહ જાડેજા, પી.સી. ગઢવી, જિલ્લા પંચાયત પાન્ધ્રો દેશુભા જાડેજા, આગાખાન સાવલાણી, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ અલી લાખા કેર, લખપત તાલુકા પંચાયત પ્રમુખ જેનાબાઈ પઢીયાર, હાજી સલેમાન, નાનજી નાકરાણી, લવજીભા ઈશાહ, હુસેનભાઈ ખલીફા, દલપતસિંહ સોઢા, ભાણજીભાઈ વાઘેલા, ચૂનીલાલ ગરવા, હનીફ સુમરા, મંગલ રબારી, સુરેશ મહેશ્વરી, ગુલામભાઈ મકવાણા, દિનેશ મારવાડા, કેશરાભાઈ પટેલ, સાંગાજી સોઢા, રાજેશભાઈ આહિર, કેતન પાંચાણી, લખમીર રબારી, હરિભાઈ ચારણ, વિશનજી પાંચાણી, અશ્વિન રૂપારેલ, રામદેવસિંહ જાડેજા, મુસ્તાક ચાકી, ડુંગરશી જાડેજા, હુસેન ખલીફા, વેરશી મહેશ્વરી, પ્રેમસિંહ સોઢા, સલીમ ચાકી, નવીન કુંવર, નાનજી પટેલ, લવજી લખમશી, પ્રેમજીભાઈ દાફડા, નવુભા સોઢા, હારૂન લુહાર, સાવન બારૂ, કેશવજી ખોખાર, નખત્રાણા તાલુકા મહામંત્રી સલીમભાઈ, હાજી મુબારક જત, કેતન પાંચાણી, હાસમ નોતિયાર, જશવંત પટેલ, હુસેન રાયમા, ઈસ્માઈલ (માસ્તર), બટુકસિંહ જાડેજા, મંગલભાઈ ગાંધી, હાજી આદમ, વેરશી મહેશ્વરી, મુળજીભાઈ મહેશ્વરી, મંગલભાઈ કટુઆ, સી.જે. ગરવા, માલશીભાઈ મહેશ્વરી, લાલજી બલિયા, યોગેશ પોકાર, યશવંત પટેલ, હુશેન રાયમા, શિવજી મહેશ્વરી, કિરણબેન પોકાર, ડૉ. શાંતિલાલ સેંઘાણી, મમુભાઈ આહિર, અમૃત ધોળુ, ભાવનાબા જાડેજા, ઉષાબેન નકુમ, સરોજબેન જોષી, શરીફાબોન રાયમા, રાજકુમારભાઈ, કાસમ કુંભાર, ઈબ્રાહિમ કુંભાર ઉપરાંત કચ્છ જિલ્લા સંગઠનના હોદેદારો, નલિયા, નખત્રાણા અને લખપત તાલુકા કોંગ્રેસના હોદેદારો, કાર્યકરો અને સમર્થકો બહોળી સંખ્યામાં હાજર
રહ્યા હતા.