કાનમેરમાં ૯ર હજારના શરાબ સાથે યુવક પકડાયો

0
43

રાપર:  તાલુકાના કાનમેર ગામે ૯ર હજારના શરાબ સાથે યુવકને પોલીસે પકડી લીધો હતો. આડેસર પીઆઈ બી. જી. રાવલે જણાવ્યું કે, કાનમેર ગામના બંધ રહેણાંક મકાનમાં દારૂ છૂપાવેલો હોવાની બાતમી અનેુસંધાને કાર્યવાહી કરીને આરોપી ધનરાજ નારૂદાન ગઢવીના કબજામાંથી કીંગ ફીશર બીયરના ૩૩૬ ટીન કિંમત રૂા. ૩૩,૬૦૦/-, ઓરેન્જ વોડકાના ૪૧૧ કવાટરીયા કિંમત રૂા. ૪૧,૧૦૦/-, રોયલ બ્લુ વ્હીસ્કીના ૧૬૯ કવાટરીયા કિંમત રૂા. ૧૬,૯૦૦/- અને વ્હાઈટલેશ વોડકાના ૧૦ કવાટરીયા કિંમત રૂા. ૧ હજાર મળી ૩૦ હજારની બાઈક અને મોબાઈલ સહિત ૧,ર૭,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રેડ દરમ્યાન હમીરપરનો મહાવીરસિંહ ભીખુભા વાઘેલા અને કાનમેરનો અશોકસિંહ હાલુભા જાડેજા હાજર મળી આવ્યો ન હતો. દરમ્યાન ભચાઉ તાલુકાના મનફરા ગામે એલસીબીએ કરેલી કાર્યવાહીમાં ૧૩ હજાર રૂપિયાનો શરાબ ઝડપાયો હતો. જાે કે આરોપી ભવાન ખીમા કોલી હાજર મળ્યો ન હતો.