ભુજ : તાલુકાના રાયધણપર ગામ નજીક આવેલી ગોલાઈ પાસે પુરઝડપે જઈ રહેલી બોલેરોએ એક બાઈકને ટક્કર મારી હતી.બાઈક પર સવાર બે શખસોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે પૈકી એક સવારે સારવાર વેળાએ દમ તોડી દીધો હતો. માધાપર પોલીસ મથકે ઈકબાલ સીધીક ચૌહાણ (રહે. રામનગરી ભુજ)વાળાએ જીજે ૧ર બીઆર ૩૬૯ર બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી રાયઘણપર નજીક ગોલાઈ પાસે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી બોલેરોએ ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. ફરિયાદી અને તેની સાથે બેઠેલા હાજી હલીમામદ કકલ (ઉ.વ.૩૬)વાળાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દરિયાન હાજી કકલે સારવાર વેળાએ દમ તોડી દેતા તેની સામે ફરિયાદ નોંધાવાઈ હતી.