કોંગ્રેસમાંથી યુવાન ધારાસભ્ય ઉતરશે મેદાનમાં : – તો ગાંધીધામ વિધાનસભા બેઠક ભાજપને ગુમાવાવનો વારો આવે. : તજજ્ઞોની લાલબત્તી

0
53

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની કચ્છમાં વાગડથી લઈ ગાંધીધામભુજઅબડાસા સહિતના વિસ્તારોમાં રહી છે અનેરી લોકચાહના : જિજ્ઞેશ મેવાણી ગાંધીધામ સીટ પર મેદાનમાં ઉતારવાનું આંતરીક રીતે લગભગ થઈ ગયું છે નકકી : જાે આમ થશે તો કાંટાની ટકકર બેઠક પર થવા પામશે

ગાંધીધામ બેઠક પર ભાજપની વર્તમાન નબળી સ્થિતીપ્રજાના ફાટી નીકળેલા રોષની સ્થિતીનો લાભ કેમ ઉઠાવી શકાય? તે બાબતે જિજ્ઞેશ મેવાણીની છે સારી પકકડ : બીજીતરફ જિજ્ઞેશ મેવાણીની પ્રચારપ્રસારની સિસ્ટમ, વ્યકિતગત છબી, આક્રમક  લોકનેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચુકવુ,પણ બની શકે છે ફાયદારૂપ

સત્તાના મદમાં ચુર શાસકપક્ષ ગાંધીધામ સંકુલમાં નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત વિસ્તાર, બધેય પડી છે વેરવિખેર : જાહેરમાં પ્રજાજનોનો વિરોધઆક્રોશ ખુલ્લીને આવી ચૂકયો છે અનેકવાર બહાર : નગરપાલિકા વિસ્તારમાં રોડરસ્તા, પાણી, ગટરગંદકી, ટ્રાફિક, દબાણ ઉપરાંતની હાલત પડી છે ખુબ દયનીય, પ્રજાપ્રશ્નોનો નિકાલ લાવવા બદલે ભાજપ શાસિત હોદેદારો ખુદના આંતરીક મનમુટાવખટરાગભાગબટાઈમાં દેખાઈ રહ્યા છે વ્યસ્ત : નગરપાલિકામાં તો ૪૧ સભ્યો પક્ષના પ્રમુખ સામે વિરોધનો ફુંકી ચુકયા છે ઠરાવરૂપી બ્યુગલ

તાલુકા પંચાયતની સ્થીતી પણ બહુ નથી રહી વખાણવા લાયક : પ્રજાજનોની મનાઈ છતા વરસાદી પાણીથી ૧૯ વર્ષ બાદ ભરાયેલ શિણાય ડેમ તોડી પાડવો, નર્મદાજળથી ડેમ એક મહીનામા ભરી દેવાના માત્ર ઠાલા આશ્વાસનો આપવા, નર્મદા કેનાલમાં માટી નાખવાના બહાને ડેમમાથી કરોડોની માટીચોરી કરવી, ટપ્પર ડેમ ભરવાના નામે માત્ર વધામણાના ફાટોશેશન યોજવા, કંપનીઓના પ્રદુષણો ડામવાના બદલે તાલુકાના લોકોના સ્વાસ્થયના ભોગે કંપનીઓને છાવરવી, સહિતની અવસ્થાથી ગાંધીધામ તાલુકાની સ્થિતી પણ છે બદથી બદતર

ગાંધીધામ : રાજયમાં ચુંટણીના પડધમ ગાજી રહયા છે. ગમે તે ઘડીએ ચુંટણીઓની જાહેરાતો થવાની છે અને તેથી રાજકીય પક્ષો અને સંભવત ઉમેદવારો પણ ચોગઠાઓ ગોઠવી રહ્યા છે. દરમ્યાન કચ્છમાં પણ વિધાનસભા બેઠકો પૈકીની સત્તાપક્ષ ભાજપને માટે શ્યોર બેઠક મનાતી ગાંધીધામ વિધાનસભા બેઠક કે જે અનુસુચિત જાતીજનજાતિ માટે આરક્ષિત છે તે બેઠક પર વખતે કોંગ્રેસ મજબુત અને લોકપ્રીય તથા યુવાન અને પ્રજાના હિતાર્થે આક્રમક બની શકે તેવા યુવાન ચહેરાને મેદાનમાં ઉતારવાની ગોઠવણીઓ કરી ચૂકી હાવાનું મનાય છે. મામલે રાજકીય નિષ્ણાંતોની વાત માનીએ તો કોંગ્રેસ વખતે ગાંધીધામ બેઠક પર વર્તમાન સમયે વડગામના યુવાન લોકપ્રીય ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને મેદાનમાં ઉતારવાનું મન બનાવી ચૂકી હોવાનુ કહેવાય છે. જાે કોંગ્રેસ ગાંધીધામ વિધાનસભા બેઠક પર જિજ્ઞેશ મેવાડીને ઉતારે તો અહી ભાજપની મુશ્કેલીમાં અનેક ધણો માત્ર વધારો થવા પામી જાય બલ્કે કચ્છ આખાયની છએ બેઠકોમાથી ભાજપને માટે સ્યોશ મનાતી ગાંધીધામ વિધાનસભા બેઠક કદાચ ગુમાવવાનો વારો પણ આવી શકે તેમ મનાય છે.

જિજ્ઞેશ મેવાણી યુવા, આંદોલનકારી, સફળ અને યશસ્વી ચહેરો છે. વર્તમાન સમયે તેઓ વડગામમાં પણ અપક્ષ ઉમેદવારચહેરા તરીકે ખુદની છબીઆભા અને લોકસેવાની પારાશીશી પરથી ચુંટાયા હતા. તેમની પ્રચારપ્રસારની જે પદ્વતી છે તે ગાંધીધામમાં ભાજપને મોટો પડકાર આપનારી બની જાય તેમ છે. તેઓની પાસે યુવાનોનું સંગઠન, પ્રસાર પ્રચારની આવડત, સરકારસત્તાપક્ષને ઘેરવાની નીતીમુદાઓ, પ્રજાજનોના માટે અંતિમ ધ્યેય સુધી લડી લેવાની ભાવના કચ્છએ અગાઉ અલગ અલગ મુદાઓ પર જાેયેલી છે. સામાપક્ષે ભાજપના પાછલા પાંચ વર્ષના શાસનકાળના કામો પર આંછેરી નજર ફેરવીએ તો તેઓના પક્ષના આંતરીક ડબ્ખા, જુથવાદ, ભાગબટાઈની હુંસ્સાતુસ્સીઓ, કટકી અને કમિશનની લ્હાય જાેવા મળી આવે છે અને બધાયની વચ્ચે ગાંધીધામની પ્રજાએ તો રોડરસ્તા, પાણી, ગટર, વરસાદી નાળા સફાઈ, રખડતા ઢોર, દબાણોના ઘોડાપુર, ટ્રાફિક સમસ્યાઓ સહિતની શહેરી પીડાઓ અને વેદનાઓ ભોગવવાનો વારો આવતો જાેવાઈ રહ્યો છે. ગાંધીધામ નગરપાલીકા વિસ્તાર હોય કે, પછી તાલુકા પંચાયત વિસ્તાર, પ્રજાજનોને ભાજપનો વિકાસ માત્ર કાગળ પર રહ્યો હોય તેવો આભાસ વધુ થવા પામી રહ્યો છે. નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત વિસ્તાર અહી માત્ર અને માત્ર ફોટોશેસન પુરતા વિકાસકામો થવા પામતા હોય તેમ સત્તાપક્ષવાળાઓની સ્થિતી જાેવાતી રહી છે. વાસ્તવિક રીતે પ્રજાને જે પ્રશ્નો નડે છે, તેને વાચા આપવી અથવા તો તેનો નિકાલ કરવાની કોઈ તસ્દી સત્તાપક્ષ તરફે લેવાઈ હોય તેમ દેખાતુ નથી. નગરપાલિકામાં તો ખુદ પક્ષના ૪૧ સભ્યોએ પ્રમુખની રીતીનીતી સામે ઠરાવ કરી અને વિરોધ ખુલ્લીને પ્રગટ કરી દીધો હતો. તો વળી અમુક વોર્ડમાં તો રોડરસ્તાના કામોના લોકાર્પણ વખતે આવી નગરપાલિકા અને તાલુકા પંચાયત થકી ભાજપના ધારાસભ્યશ્રીને પણ પ્રજારોષનો ભોગ બનવાનો વારો આવી ચૂકયો છે. પ્રજાજનોએ તેઓની ઉપસથીતી વાળા કાર્યક્રમો અટકાવી દીધા હોવાની ઘટનાઓ મોટા મથાડાઓથી માધ્યમોમાં ચમકી ચુકી છે.

સૌને માત્ર અને માત્ર છાવરવાની નીતીઓ ગાંધીધામમાં જે ચાલી છે, અને પ્રજાના હિતોને જે રીતે કોરાણે મુકાયા છે તે જાેતા જાે ગાંધીધામમાં કોગ્રેસ જિજ્ઞેશ મેવાણીને ઉતારશે તો ચોકકસથી શ્યોર મનાતી બેઠક ખતરામાં પડી શકે તેમ છે. કારણ કે, ગાંધીધામ શહેરને ખાડાધામ બનાવી દેવાયું છે, રોડરસ્તાના ગત બોડીના કામો પુરા નથી થઈ શકયા, ગત બેાડીએ મંજુર કરાવેલ વરસાદી ગ્રાન્ટની રકમના કામો પૂર્ણ નથી કરાતા, જે કરાયા છે તે ઢંગધડા વગરના છે, ગેરેન્ટી પીરીયડવાળા ઠેકેદારોના રસ્તાઓ પાંચ માસમાં તુટી ગયા છે છતા તેમનાથી કામો રીપેર કરાવવાના બદલે તેમને બ્લેકમેઈલીંગ કરીને અમુક સત્તાપક્ષના બની બેઠેલા નેતાઓ ઉઘરાણા કરી ગયા હોવાની વાતો જગજાહેર છે. તમામ ચિત્ર અને સ્થિતી જાેતા સત્તાપક્ષના શાસનમાં પ્રજા ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ગઈ છે તે સ્પષ્ટ દેખાય છે, અને બધીય સ્થિતીને પ્રજાજનોની સામે ખુલ્લીને સારી રીતે રજુ કરવાની આવડત જિજ્ઞેશ મેવાણીમાં સારી રહેલી છે તે સૌ કાઈ જાણે છે. અને કચ્છે પણ જિજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં અપાયેલ લડત અગાઉ જાેઈ છે. જિજ્ઞેશ દ્વારા જે મુદાઓ ઉઠાવાયા છે તેનો અંત પ્રજાહિતમાં તે લાવીને રહ્યો છે. સાંથણીની જમીનોમાં વાગડમાં અનુસુચિત જાતીના લોકોને અન્યાય થતો હતો, તેની જીજ્ઞેશ લડત ઉપાડી, ભુજમાં કલેકટર કચેરીથી લઈ અને જરૂર પડતી કચ્છને રાજયથી વિખુટું પાડી દેતુ સામખીયાળી નેશનલ હાઈેવે પર ચક્કાજામ પણ કરી દેખાડયા હતા અને તે વખતે સ્વયં ભુ તેની સાથે હજારોની સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત પણ થયા હતા. આવા તો અન્ય અનેક પ્રશ્નો છે કે જે માટે કચ્છમાં જિજ્ઞેશ મેવાણીએ સરકારને પ્રજાહિતના કામો કરવાની ફરજ પાડી દેખાડી છે. આવા મજબુત, યુવાન, આક્રમક વાકછટ્ટા ધરાવતા, મોટુ સંગઠન અને કાર્યકર્તાઓની ફોજવાળા જિજ્ઞેશ મેવાણી ગાંધીધામમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તો ભાજપની હાલની ખાડે ગયેલી તમામ સ્થીતી અને માત્ર અને માત્ર બધાયને છાવરી લેવાની નીતીથી આબેઠક પર મોટો ફટકો પડી શકે છે તેમ જાણકારો માની રહ્યા છે.