માધાપર હાઈવે પર ફોટોગ્રાફી કરતા યુવાનને કારચાલકે ફંગોળ્યા

0
46

image description

વરસાણા પાસે કિશોર અને માધાપર પાસે બે યુવાન પણ ઘવાયા

ભુજ : અંજારમાં રહેતા ફોટોગ્રાફર માધાપર હાઈવે પર ફોટોગ્રાફી કરતા હતા, ત્યારે પાછળથી પૂર ઝડપે આવેલા સ્કોર્પીયો ગાડીના ચાલકે તેમને ટક્કર મારી ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના બની છે. અંજારના ગંગા નાકા પાસે જૂની પાંજરાપોળમાં રહેતા વિજયનાથ રામનાથ નાથબાવાએ જણાવ્યું હતું કે, તેઓ નળવાળા સર્કલથી રાણી લક્ષ્મીબાઈના પુતળા વચ્ચે આવેલા સથવારા વાસ સામેના રોડ પર ફોટોગ્રાફી કરતા હતા, ત્યારે અજાણી સફેદ કલરની સ્કોર્પીયો ગાડીના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે અને બેદરકારીથી ચલાવીને ફરિયાદી સાથે ભટકાવી રોડ પર ફંગોળી દેતાં પગમાં ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ હતી. જેથી બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન જી.કે. જનરલ હોસ્પિટલમાંથી જાણવા મળતી વિગતો મુજબ અંજારના વરસાણામાં રહેતો ૧પ વર્ષિય સુલતાન ઈલિયાસ છરેચા નામનો ૧પ વર્ષિય કિશોર શાળાએથી ઘરે જતો હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે હાઈવે રોડ પર તેને ટક્કર મારતા પગમાં ઈજાઓ થઈ હતી. તો માધાપર તુલસી હોટલ પાસે ભુજ તરફ આવતા યુવાનોની બાઈક બીજી બાઈક સાથે ભટકાતા રામનગરીમાં રહેતા અરૂણ રામજી મારવાડા અને મયૂરગર મહેશગર ગોસ્વામીને ઈજા થઈ હતી.