ટાગોર રોડ પર અકસ્માતમાં યુવકનું મોત નિપજયું

0
53

આદીપુર : તાલુકા પંચાયતની કચેરી સામે ટાગોર રોડ ઉપર અકસ્માતના બનાવમાં એક યુવકનું મોત નિપજયું હતું. આદીપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, તાલુકા પંચાયત કચેરી ટાગોર રોડ ઉપર અકસ્માત થતા વાલજીભાઈ કાનજીભાઈ જરુ (ઉ.વ.૩૩)ને ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નિપજયું હતું. બનાવ અંગે આદીપુર પોલીસે જાણવાજોગ નોંધ લઈ આગળની કાર્યવાહી આદીપુર પોલીસ મથકેના પીએસઆઈ બી. વી. ચુડાસમાએ હાથ ધરી છે.