સ્મૃતિવન માર્ગ પર બમ્પના લીધે અકસ્માત થતા યુવકનું મોત

0
51

માર્ગની બન્ને સાઈટ પર પર સફેદ પટ્ટા કે ચિહ્ન કર્યા વગર આડેધડ બમ્પર ખડકી દેવાતા ચાલકોમાં રોષ

ભુજ : શહેરના સ્મૃતિવન માર્ગ પર બંને સાઈડે આડેધડ કઢંગા બમ્પર બનાવી દેવાયા છે, કોઈપણ ચિહન કે સફેદ પટ્ટા વગર ખડકી દેવાયેલા આ બમ્પને કારણે ગઈકાલે સાંજે અકસ્માતનો બનાવ બન્યો હતો. ખાનગી ટ્રાવેલ્સની બસમાં પાછળથી બાઈક ચાલક ભટકાતા ગંભીર ઈજાઓને કારણે ડિલિવરી બોય યુવકનું મોત નિપજયું હતું.શહેરના આર.ટી.ઓ. સર્કલથી માધાપર તરફ જતા માર્ગ પર સ્મૃતી વન ગેટ પાસે બમ્પર નજીક આગળ જઈ રહેલી બસમાં બાઈક ભટકાઈ હતી. બાઈક ચાલક આદીશ શેખ નામના યુવકની બાઈક બસમાં ભટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પુર્વે જ યુવકને મોત આંબી ગયું હતું. નોંધનીય છે કે, સ્મૃતી વન માર્ગે બંને સાઈડે આડેધડ બમ્પર ખડકી દેવાતા દરરોજ નાના મોટા અકસ્માતના છમકલા થયા રાખે છે ત્યારે ગઈકાલે થયેલા અકસ્માતમાં ડિલીવરી બોય યુવકનો જીવ ગયો હતો.