ચાંદ્રાણીની કંપનીમાં માથા પર કોઈલ પડતાં યુવાનનું મોત

0
39

વરસામેડીમાં છાતીમાં દુઃખાવાથી આધેડે દમ તોડ્યો

અંજાર : તાલુકાના ચાંદ્રાણી ગામે આવેલી કંપનીમાં કામ કરતા યુવાન પર લોખંડની કોઈલ પડતાં ગંભીર ઈજાઓના કારણે મોત આંબી ગયું હતું. લાખાપરના જગદીશભાઈ વાસણભાઈ આહિરે દુધઈ પોલીસમાં નોંધ દાખલ કરાવતા જણાવ્યું હતું કે, રર વર્ષિય રમેશભાઈ વેલજીભાઈ માતા (આહિર) મીનાક્ષી કંપનીમાં કામ કરતા હતા. ત્યારે બપોરના સમયે માથાના ભાગે લોખંડની કોઈલ પડતાં ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જયાં ફરજના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ તરફ અંજારના વરસામેડી ખાતે અપમૃત્યુનો બનાવ બન્યો હતો.
અંજાર પોલીસ મથકે જાણવા મળ્યું કે, મધ્યપ્રદેશના ૪૬ વર્ષિય વિષ્ણુપાલ ઈન્દ્રપાલ પાંંડેને છાતીમાં દુઃખાવો થતાં ૧૦૮ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પણ સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યા હતા.