અજરખપુરમાં ૮ ઓકટોબરથી ત્રિદિવસીય એલએલડીસી ફેસ્ટિવલ ઓફ મ્યુઝિક યોજાશે

0
29

ભુજ : તાલુકાના અજરખપુર ખાતે આવેલા શ્રુજન સંચાલિત એલએલડીસી મ્યુઝિયમ દ્વારા આગામી તા. ૮ ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબર સુધી એલએલડીસી ફેસ્ટિવલ ઓફ મ્યુઝિક ૨૦૨૨ યોજવામાં આવશે.
શ્રૃજન એલએલડીસી દ્વારા કચ્છની હસ્તકળા અને પરંપરાગત લોક સંગીતની જાળવણી માટે સતત પ્રયત્નો થતાં રહે છે ત્યારે તા. ૮ ઓક્ટોબરના સાંજે ૬ વાગ્યાથી શરૂ થનારા ત્રિદિવસીય સંગીત મહોત્સવમાં દરરોજ પ્રથમ ચરણમાં કચ્છી તેમજ રાજસ્થાની લોક સંગીતના સૂર રેલાશે. તો બીજા ચરણમાં જાણીતા કલાકારો દ્વારા સૂફી સંગીત, કંટેમ્પરરી ફ્યૂઝન તેમજ મોર્ડન સંગીત પીરસાશે. પ્રથમ દિવસે રાજસ્થાનના માંગણીયાર પરંપરાના જાણીતા કલાકાર પિરૂખાન અને તેમના લોક કલાકારોના ગ્રુપ દ્વારા રાજસ્થાની લોકસંગીત રજૂ કરવામાં આવશે. બીજા ચરણમાં બોલીવુડ ફિલ્મ સુલ્તાન અને એમેઝોન પર આવેલ સિરીઝ ર્મિજાપુરમાં જેમણે ગીત ગાયા છે તેવા ગાયિકા ઈપષિતા ચક્રવર્તીના ગ્રુપ દ્વારા શ્રોતાઓને મોર્ડન સંગીત પીરસાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈષિતા ચક્રવર્તી ૧૮૦ ટકા સ્પીકર પણ રહી ચૂક્યા છે. બીજા દિવસે કલા વારસો ટ્રસ્ટ ગ્રુપના કલાકારો દ્વારા કચ્છની પરંપરાગત અને સમૃધ્ધ સંસ્કૃતિને ઉજાગર કરતું લોક સંગીત રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જેમના દ્વારા હિન્દી, તામિલ અને અંગ્રેજી મ્યુઝીક આલ્બમો બહાર પડાયા છે, તેવા “સેડો અને લાઇટ” ના અનિંદો બોઝ અને પવિત્રાચારી નું ગ્રુપ કંટેમ્પરરી ફ્યૂઝનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.
આ મ્યુઝીક ફેસ્ટીવલના અંતિમ દિવસે કચ્છના જાણીતા કલાકાર કે જેમણે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ માં ગીત ગાયું છે અને કબીર પ્રોજેક્ટ, માટીબાની તેમજ કોક સ્ટુડિયો માં પ્રસિદ્ધિ પામ્યા છે, તેવા મૂરાલાલા મારવાડા અને તેમનું ગ્રુપ પોતાની આગવી શૈલીમાં કબીર વાણી અને કચ્છી લોક સંગીત રજૂ કરશે. તો બીજા ચરણમાં જાણીતા ગાયક અને ગીત લેખક કે જેઓ હિદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ગાંધર્વ મહાવિદ્યાલય, દિલ્હીથી પ્રશિક્ષેત છે એવા હરપ્રીત સિંઘ સૂફી સંગીત રજૂ કરશે. કચ્છના પરંપરાગત લોક સંગીતકારોને પ્રોત્સાહન મળી રહે તે માટે યોજાનાર આ કાર્યક્રમમાં સંગીત પ્રેમીઓ બહોળી સંખ્યામાં જાેડાય તેવી અપીલ છે. આ માટેના ઓનલાઈન પાસ એલએલડીસીની વેબસાઈટ ઃ ુુુ. જરિેદ્ઘટ્ઠહઙ્મઙ્મઙ્ઘષ્ઠ. ર્ખ્તિ પરથી મેળવી શકાય છે.