પોલીસ-ખનિજ વિભાગની ટીમે રાયણની રૂકમાવતી નદીમાં રેતી ચોરીનું કારસ્તાન પકડ્યું

0
32

એલસીબીની બાતમી મળતા ખાણ તંત્રને સાથે રાખી દરોડો પાડયો : પાંચ ટ્રેકટર અને રેતી-કપચીનો જથ્થો કબજે કર્યો

ભુજ :  માંડવી તાલુકાના રાયણ ગામે રુકમાવતી નદીના પટમાંથી અમુક લોકો ગેરકાયદેસર રીતે રેતી અને કપચીનું ખનન કરી પરીવહન કરી રહ્યા છે તેવી બાતમી મળતા જ એલસીબીની ટીમે ખાણ ખનીજ ટુકડીને સાથે રાખી દરોડો પાડયો હતો. રેતી-કપચી  ચોરીનું કારસ્તાન પકડી છ ટ્રેકટર અને રેતી-કપચીનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી માટે માંડવી પોલીસને સોંપ્યા હતા.

એલસીબીની ટુકડીને બાતમી મળી હતી કે રુકમાવતી નદીના પટમાં અમુક ઈસમો ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી છે જેથી ખાણ ખનીજ વિભાગને જાણ કરી તેમને સાથે રાખી દરોડો પાડયો હતો.નદીના પટમાં બે ટ્રેકટર રેતી ભરેલા મળી આવ્યા હતા જેની પાસેથી રેતી અંગેની પરમીટ માંગતા કોઈ આધાર પુરાવા આપ્યા ન હતા અને કહ્યું હતું કે, મોટી રાયણના ગૌતમ બાવાજી અને મેઘજી ચાંપશી કેનીયાના કહેવાથી રેતી ભરી હોવાની કેફીયત આપી હતી. દરમિયાન રસ્તા પરથી બીજા બે ટ્રેકટર રેતી ભરેલા પસાર થતા હોઈ તેમને રોકી લેવયા હતા, તેમજ અન્ય એક ટ્રેકટરમાં બ્લેક ટ્રેપ ભરી પસાર થતા તેને પણ પકડી પાસપરમીટ માંગણી કરતા કોઈ આધાર-પુરાવા મળી આવ્યા ન હતા. આ દરોડામાં રાજેશ વેલજી ઉર્ફે પપ્પુ પટ્ટણી (રહે રાયણ વાડી વિસ્તાર), નવીન રાણશીભાઈ કેનીયા (રહે. રાયણ મોટી), અસલમ ઓસમાણ સમેજા (રહે. સુમરાવાસ માંડવી), હનીફ સાલેમામદ સુમરા (રહે. માંડવી) અને સુલેમાન લતીફ સુમરા (રહે. ગુંદીયાળી)વાળા પાસેથી પાંચ ટ્રેકટર કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે ટ્રેકટર નંબર જીજે ૧ર કે ૩પ૮૮, જીજે ૧ર ઈઈ રપ૦પ, જીજે ૧ર એફબી ૮ર૪૮, જીજે ૧ર સીજી ૧૦૪૭, જીજે ર૭ એપી ૪ર૧૩ કિંમત મળી કુલ ૧પ લાખના વાહન તેમજ ૧ર ટન રેતી કિંમત ર૮૮૦ અને બ્લેક ટ્રેપ ચાર ટન કિંમત ૧૪૪૦ રુપીયાનો મુદ્દામાલ કબજે કરી ગૌતમ બાવાજી અને મેઘજી ચાંપશી કેનીયાની ધરપકડ કરવાની બાકી હોવાનું એલસીબીની યાદીમાં જણાવાયું હતું.