ભુજ શહેર અને તાલુકામાં આવતીકાલથી દિલ્હી એઈમ્સની ટીમ દ્વારા કરાશે સર્વે

0
47

નાનપણમાં બિમારીના કારણે થતા અંધાપાની અસરો અંગે ડેટા એકત્ર કરાશે

ભુજ : કચ્છમાં અવારનવાર વિવિધ વિષયો પર સંશોધન અને સર્વે કરવામાં આવતો હોય છે ત્યારે આવતીકાલથી ચાર દિવસ સુધી ભુજ શહેર અને તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં દિલ્હી એઈમ્સની ખાસ ટીમ દ્વારા સંશોધન કાર્ય હાથ ધરવામાં આવશે. નાનપણમાં બિમારીના કારણે થતા અંધાપાની અસરો અંગે ટીમ દ્વારા માહિતી એકત્ર કરવામાં આવશે.

આ અંગેની વિગતો મુજબ નાનપણમાં કોઈ બિમારીના કારણે વ્યક્તિને અંધાપાની અસર થતી હોય છે. મોટા ભાગે આ બિમારી ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમિક વર્ગ અને ઝુપડપટ્ટી વસાહતોમાં  જાેવા મળતી હોય છે. કચ્છમાં આ પ્રકારના કેસ છે કે કેમ? તેનો કયાસ કાઢવા માટે દિલ્હી એઈમ્સના તબીબ ડો. સુમિત ગ્રોવરની આગેવાનીમાં કાલથી ચાર દિવસ સુધી સર્વે કરવામાં આવશે. જેમાં તાલુકાના ચુબડક, ગોડપર, સરલી, મેઘપર, દેશલપર, સામત્રા, ધાણેટી, પધ્ધર, કુકમા, ઢોરી, કુનરીયા, વરનોરા, રાયધણપર, નાગોર, મખણા, કોડકી સહિતના ગામો તેમજ ભુજના તમામ વોર્ડને આવરી લેવાયા છે. આ કાર્ય દરમ્યાન જિલ્લા આરોગ્ય તંત્ર વતી ટીએચઓ તેમજ આશાવર્કર સહિતનો સ્ટાફ સહયોગ આપશે તેવું જાણવા મળ્યું છે.