ભુજની સરકારી પોલીટેકનિક ખાતે વિદ્યાર્થીઓ માટે ‘સ્ટાર્ટઅપ સેન્સિટાઈઝેશન’ પ્રોગ્રામ યોજાયો

0
28

ભુજ : અહીંની સરકારી પોલીટેકનિક ખાતે વિદ્યાર્થીઓ માટે ‘સ્ટાર્ટઅપ સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ’નું આયોજન કરાયું હતું. આ કાર્યકમનો ઉદેશ્ય વિદ્યદ્યાર્થીઓને ઉદ્યોગસા હસિકતાની તકો અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી ૨.૦ અંતર્ગત સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની પ્રાથમિક માહિતી આપવા અને પોલિસીના લાભો વિષે જાગૃત કરવાનો હતો. આ કાર્યકમમાં ૩૧૫ થી વધુ વિદ્યાર્થીઓ, સંસ્થાના અધિકારીઓ અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.
આ કાર્યકમમાં મુખ્ય મેહમાન તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી આવેલ અધિકારીએ એક પ્રેરણાદાઇ વક્તવ્ય આપ્યું. ઉદ્યોગ સાહસિક સાથેના પોતાના અંગત અનુભવ વિષે જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓને પોતાના સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આર્ત્મનિભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા હતા. વધુમાં તેમણે સ્ટાર્ટઅપ્સને સહાય આપતી ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને પ્રયત્નો પર પણ પ્રકાશ પાડયો હતો. સેન્ટર ફોર એંટપ્રિર્ન્યરશિપ ડેવલપમેન્ટ ભુજના મેનેજરે તેમની સંસ્થા દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ વિશે જણાવ્યુ હતું. ઈજનેરી ક્ષેત્રે વ્યવસાય શરુ કરવા માટે અઢળક તકો ઉપલબ્ધ છે અને વિદ્યાર્થીઓ સમાજને મદદ કરી શકે તેવા સ્ટાર્ટઅપના નિર્માણ તરફ કામ કરવું જાેઈએ તેવું તેમણે તેમના વ્યકતવ્યમાં જણાવ્યુું હતું.
વિરાયતન એન્જિનિયરીંગ કોલેજમાંથી આવેલ ડો. જયવિર શાહે વિદ્યાર્થીઓને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપોર્ટી રાઈટ્‌સ વિશે ઝીણવટ ભરી માહિતી આપી હતી. આ પ્રસંગે સરકારી પોલિટેકનિક ભુજના આચાર્ય ડો. સાગર વોરાએ વિદ્યાર્થીઓને નવા વિચારો પર કામ કરવા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.