૭ ઓકટોબરના રોજ ભુજ ખાતે ઇ-કોપરેટીવ પોર્ટલ અંતર્ગત ઓનલાઇન કામગીરી વિશે સેમીનાર યોજાશે

0
34
image description

ડિજિટલ ઇન્ડિયા અને પેપર લેસ વહીવટના ભાગરૂપે રજિસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ દ્વારા માર્ગદર્શન અપાશે

જરાત રાજ્યમાં નાણાંના ધીરધાર પ્રવૃત્તિના નિયમન માટે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ અમલમાં છે. ડિજિટલ ઇન્ડિયા અને પેપરલેસ વહીવટના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૯/૦૨/૨૦૨૨ના રોજ રાજયમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ની જોગવાઇઓનાં અસરકારક અમલ માટે E-COOPERATIVE PORTAL લોન્ચ કરવામાં આવ્યું છે. જેનાથી તમામ નાણાંની ધીરધાર કરનારાઓને કાયદા હેઠળનાં જરૂરી હોય તેવા નવા રજિસ્ટ્રેશન, રીન્યૂ રજિસ્ટ્રેશન તેમજ ધિરાણના માસિક પત્રકો, ઓડીટ રીપોર્ટ જેવી તમામ કામગીરી ઓનલાઇન કરવાની થાય છે. ઉક્ત સોફટવેર અંતર્ગત ઓનલાઈન કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન માટે રજિસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ કચેરી દ્વારા તા. ૭ ઓકટોબરના કોન્ફરન્સ હોલ, શ્રી કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી, વિજયનગર ચાર રસ્તા, હોસ્પિટલ રોડ, ભુજ કચ્છ, સમય સવારે ૧૦:૩૦ કલાકે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિષયમાં માર્ગદર્શન રજિસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ ભુજ કચ્છ દ્વારા આપવામાં આવશે. સેમીનારમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ હેઠળ નોંધાયેલા કચ્છ જિલ્લાના તમામ નાણાં ધિરધાર કરનારાઓને ફરજિયાત હાજર રહેવાનું રહેશે. તા.૧ ઓકટોબરથી નાણાં ધિરધાર કરનારાઓને દર માસે રજૂ કરવામાં આવતા ધિરાણને લગતા પત્રકો માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે તેવું રજિસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સની યાદીમાં જણાવાયું છે.