મતદાન જાગૃતિ અન્વયે કચ્છની વિવિધ શાળાઓમાં રંગોળી અને મહેંદી સ્પર્ધા યોજાઇ

0
33

લોકશાહીના આ મહાપર્વમાં કચ્છના મતદારો સક્રિયપણે મતદાન કરીને પોતાની ફરજ નિભાવે તે માટે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો જિલ્લામાં યોજાઇ રહ્યા છે. જે હેઠળ કચ્છની વિવિધ શાળામાં રંગોળી તથા મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ સ્પર્ધામાં શાળાના ભૂલકાઓએ હોંશભેર ભાગ લઇને મતદારોને મતદાનના દિવસે અચૂક મતદાન કરવાનો સંદેશ પાઠવ્યો હતો. રંગોળી સ્પર્ધામાં બાળકોએ મતદાન જાગૃતિ અન્વયે રંગોળીઓ બનાવી હતી. તેમજ મહેંદી સ્પર્ધામાં વિવિધ સ્લોગન ડીઝાઇન મારફતે મતનું મૂલ્ય સમજાવવા પ્રયાસ કરાયો હતો.