ધબડામાં પાણી પુરવઠાના ટાંકા પાસે વીજ ટ્રાન્સફોર્મર ચોરાયું

0
55

રાપર : તાલુકાના ધબડા ગામના પાટીયા પાસે બેલા ઓપી વિસ્તારમાં આવેલા પાણી પુરવઠાના ટાંકા પાસે રાખેલા વીજ ટ્રાન્સફોર્મર અને એંગલોની ચોરી થઈ જતા પાણી પુરવઠા બોર્ડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બાલાસર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ બેલા ગામે વીસાસર વાંઢમાં રહેતા બાબુભાઈ દિલીપભાઈ બગડાએ જણાવ્યું કે, પાણી પુરવઠાના ટાંકા પાસે પાણી પુરવઠાની માલિકીની પીજીવીસીએલના ૬૩ કેવી વીજ ટ્રાન્સફોર્મર કોઈ શખ્સ ચોરી ગયો હતો. આ સાથે ૪ હજારની કિંમતની ડીપી સ્ટ્રક્ચરની લોખંડની એંગલો પણ ચોરી જવાઈ હતી. કુલ ૩૦ હજારનું ટ્રાન્સફોર્મર અને ૪ હજારની એંગલો મળી કુલ ૩૪ હજારની મત્તા ચોરાઈ જતા ગુનો દાખલ કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેરે ફરિયાદ નોંધાવાનું કહેતા ફરિયાદ કરાઈ હતી.