અન્ય જિલ્લામાંથી બદલીને આવેલા પીઆઈ-પીએસઆઈને જવાબદારી સોંપાઈ

0
42


ભુજ એ અને માંડવી શહેરમાં બે પીઆઈ નિમાયા, ૧પ પીએસઆઈને થાણા ફાળવાયા

ભુજ : વિધાનસભાની ચુંટણીને લઈને રાજયકક્ષાએથી બદલીના આદેશ વછુટયા હતા જયારે ભુજમાંથી છુટા થયેલા પીઆઈ અને પીએસઆઈની જગ્યાઓ ભરાઈ હતી. તમામ અધિકારીઓ હાજર થઈ જતા તેમને થાણા ફાળવાયા હતા.

ભુજ એ ડિવિજનના પીઆઈ  અંકુર પટેલને જે.આઈ.સીમાં મુકી દઈ તેમની જગ્યાએ ભાવનગરથી આવેલા આર. આઈ. સોલંકીને મુકાયા હતા, તો માંડવીના પીઆઈ નાગજીભાઈ રબારી અમદાવાદ બદલી થતા આણંદથી બદલી થઈ આવેલા એ. જે. ચૌહાણને તેમની જગ્યાએ મુકાયા છે. બીજી તરફ પીએસઆઈ ટી. બી. રબારીને લીવરીઝર્વ, એમ. બી. ચાવડાની નારાયણ સરોવર, બી. એ. ડાભીની ભુજ શહેર ટ્રાફીક શાખા, એન. બી. ચૌધરીની મહિલા પોલીસ સ્ટેશન, જી. એમ. રાઠોડની વાયોર, એચ.ટી. મીઠીયાની જખૌ મરીન, વી. એમ. ડામોરની જખૌ, ડી. બી. વાઘેલાની ખાવડા, આર. ડી. બેગડીયાની નિરોણા, વી. એન. ચાવડાની મુન્દ્રા, એમ. કે. દામા અને બી.ડી. પરમારની ભુજ બી ડિવિજન, ડી. જે. ઠાકોરની એ ડિવિજન, આર. એસ. સોલંકીની માંડવી મરીન અને યુે કે. યાદવની માંડવી ખાતે બદલી કરવામાં આવી છે. જયારે ભુજ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એરવાડીયાની એમ.ઓ.બી તો વારોતરીયાને જે.આઈ.સી અને જખૌના એસ. કે. વણકરને ભુજ એ ડિવિજનમાં બદલી કરાઈ છે.